અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ભયાનક વિમાન દુર્ઘટના
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક ભયાનક વિમાન દુર્ઘટના બની. અમેરિકન એરલાઇન્સનું વિમાન હવામાં એક લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાયું, જેનાથી બંને યાન તૂટી નદીમાં પડ્યાં. આ વિમાન કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું અને રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર ઉતરવાનું હતું.
18 મૃતદેહો નદીમાંથી બહાર કાઢાયા
અકસ્માત બાદ બચાવ કામગીરી તીવ્ર બની હતી. અત્યાર સુધી 18 મૃતદેહો પોટોમેક નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં 60થી વધુ લોકો સવાર હતા, અને ટક્કર બાદ બંને યાન ક્રેશ થયા. ટક્કર અમેરિકન સેનાના બ્લેકહોક H-60 હેલિકોપ્ટર સાથે થઈ હતી.
અન્વેષણ શરુ: FAA અને NTSB તપાસ કરશે
આ દુર્ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે – લશ્કરી હેલિકોપ્ટર અચાનક કેવી રીતે આવ્યું? એમાં કોણ સવાર હતું? આ મામલે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુર્ઘટનાને દુખદ ગણાવી અને પીડિત પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી. તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.