મન્ડે મેગા સ્ટોરી: ગટરમાં ઉતરનારા 11 જવાનને ગેસની અસર, 2ને શ્વાસમાં તકલીફ, આંખે સોજા

મન્ડે મેગા સ્ટોરી:ગટરમાં ઉતરનારા 11 જવાનને ગેસની અસર, 2ને શ્વાસમાં તકલીફ, આંખે સોજા
Email :

વરિયાવમાં વરસાદી પાણીની લાઈનમાં પડી ગયેલા 2 વર્ષના કેદાર વેગડને શોધવા માટે 70થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા. આ પૈકીના 11 કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર તઈ હતી. એક અધિકારીને મગજ અને હાર્ટ સુધી ગેસની અસર થતાં રજા મૂકીને સારવાર લેવાની ફરજ પડી છે. અન્યને આંખે સોજા આવી ગયા છે. તેમણે પોતાના અનુભવ

જણાવતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. અધિકારીને મગજ-હૃદય સુધી ગેસની અસર, રજા લેવી પડી માર્શલોનો જુસ્સો વધારવા વરસાદી લાઈનમાં ઉતર્યા હતા: વરસાદી લાઈનમાં ફાયરના એક અધિકારી કર્મચારીઓનો જુસ્સો વધારવા પહેલાં ઉતર્યા હતા. કર્મીઓએ કહ્યું કે, આગળ ચાલતાં અધિકારીને ગેસની તીવ્ર અસર થઇ હતી. કેદારના સર્ચ ઓપરેશન બાદ ખબર પડી હતી કે ઝેરી ગેસ તેમના મગજ અને હૃદય સુધી પહોંચી ગયો

હતો, જેથી પોતાની ફરજ પરથી રજા લઇને તેમણે સારવાર કરાવવી પડી હતી. ગળું હજુ દુ:ખે છે, ખંજવાળ બંધ થતી નથી: વરસાદી લાઈનમાં ઉતરનાર એક માર્શલે કહ્યું કે, અંદર ઝેરી ગેસ હોવા છતાં અમે ખડે પગે તૈનાત રહ્યા હતા. આ સર્ચ ઓપરેશન પછી મને સતત ઉધરસ આવી રહી છે, ગળું દુ:ખે છે અને કમરથી નીચેનો ભાગ 5-6 કલાક સુધી ગંદા

પાણીમાં રહ્યો હોવાથી હજુ ખજવાળ આવી રહી છે. કાદવના લીધે આંખ પર સોજા આવી ગયા: કાદવના થરમાંથી કેદારનો મૃતદેહ શોધી કાઢનાર કુમાર નાયડુ કંપનીના કર્મચારી રાહુલ રાઠોડે કહ્યું કે, આ લાઇફનો સૌથી પડકારજનક અનુભવ હતો. અત્યાર સુધી માત્ર પમ્પિંગમાં સફાઇ માટે જ ઉતરતા હતા. કાદવના થરમાં સતત 40 મિનિટ સુધી શોધખોળ કરતા બીજા દિવસે ઇન્ફેક્શન થઈ આંખ પર સોજા

આવી ગયા હતા.કેદારને શોધવા ફાયર જવાનોે ઉતર્યા ત્યારેે ગટરમાં સાપનો પણ સામનો કરવો પડ્યો ‘800 મીટરની ગટરમાં 6 વખત ચક્કર લગાવ્યા’ આવું જોખમી સર્ચ ઓપરેશન કરવાનો મારા કાર્યકાળનો પહેલો અનુભવ હતો. આ પહેલાં મેં ઘણીવાર ખાડીમાં ઉતરીને રેસ્ક્યુ ઓપરેશનો કર્યાં હતાં, જેનો અનુભવ મને અહીં કામ લાગી ગયો. આ બાબતે કોલ મળતાં જ અમે સ્થળ પર પહોંચીને વરસાદી લાઈનમાં ઊતર્યા ત્યારે

ગેસની તીવ્ર અસર વર્તાતી હતી છતાં બાળકને જીવતો શોધી કાઢવાના પ્રયત્નોમાં સાહસ કરીને વરસાદી લાઈનમાં ઉતર્યા હતા. લાઈનની વચ્ચે પહોંચ્યા ત્યારે સાપ પણ દેખાતા હતા તથા અનેક જીવ-જીવાત પણ હતી. મારા સાથી કર્મચારી દિનુ પટેલને ટૉર્ચ મારી આ બાબતે મેં સચેત કર્યાં હતાં. જો કે, તેમ છતાં અમે એકબીજાની હિંમત વધારતા વધારતા આગળ વધ્યા હતા. - ભરત ચોસલા, માર્શલ

Related Post