12 કલાકની મજૂરી ને પગાર 200 રૂપિયા: સુરતમાં ફરી સાડીના ખાતામાંથી 6 બાળમજૂરને મુક્ત કરાવાયા, રાજસ્થાનથી બાળકોને લાવી મજૂરી કરાવાતી હતી, હજુ પણ સર્ચ ચાલુ

12 કલાકની મજૂરી ને પગાર 200 રૂપિયા:સુરતમાં ફરી સાડીના ખાતામાંથી 6 બાળમજૂરને મુક્ત કરાવાયા, રાજસ્થાનથી બાળકોને લાવી મજૂરી કરાવાતી હતી, હજુ પણ સર્ચ ચાલુ
Email :

રાજસ્થાનના ઉદેપુર જિલ્લાનાં ગામડાઓમાંથી બાળમજૂરોને મજૂરી માટે સુરત લાવવામાં આવતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે સાડીના ખાતામાંથી છ બાળમજૂરો મળી આવ્યા હતા. હાલ તો પોલીસે આ છ બાળમજૂરોને મુક્ત કરાવીને કતારગામ બાળ આશ્રમમાં મોકલી આપ્યા છે. જ્યારે આ બે સાડીના કારખાનાના માલિક સામે ગુનો નોંધીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બે બાળમજૂરો કંટાળીને પોલીસ સ્ટેશન પહોંચતા પર્દાફાશ થયો હતો સુરતમાં થોડા દિવસ પહેલાં બે બાળમજૂરો કાળી

મજૂરીથી કંટાળીને ભાગીને પોલીસ સ્ટેશન પહોંચતા રાજસ્થાનથી બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે એક કારખાનામાંથી પાંચ બાળમજૂરોને મુક્ત કરાવી તેમને તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જોકે આ રીતે વધુ બાળકોને સુરત લાવીને કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે પુણા પોલીસની સી ટીમ દ્વારા પુણા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 2 સાડીના ખાતામાં 6 બાળમજૂર મળ્યા પુણાગામ સીતારામ સોસાયટીમાં બાળમજૂરીની પ્રવૃત્તિ ચાલે છે કે નહી? તે બાબતે પુણા પોલીસ અને

સી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મળી હતી કે, સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નં-એબી/316 અને બી/314માં બાળમજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે. જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ કરવામાં આવી હતી. આ બંને સાડીના ખાતામાં પોલીસને છ બાળમજૂરો મળી આવ્યા હતા. બે શખસ રાજસ્થાનથી બાળકો લાવી મજૂરી કરાવતા હતા દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત (ઉં.વ.-42 ધંધો-જોબવર્ક રહે-નં-એબી/316 સીતારામ સોસાયટી પાછળ પુણાગામ સુરત શહેર મુ.વ.-વરદા તા-થાના-કુંભલગઢ જી-રાજસંમદ(રાજસ્થાન) અને સુરેસિંગ નાથુસિંગ ખરવડ (ઉ.વ.24 ધંધો-જોબવર્ક રહે-ઘરનં-બી/314 સીતારામ

સોસાયટી પુણાગામ સુરત શહેર મૂળ વતન ગામ-ગાબડી કી ભાગલ કાકરવા તે.કુંભલગઢ થાના-કેલવાડા જી-રાજસમંદ રાજસ્થાન) રાજસ્થાનથી બાળકોને લાવીને અહીં સાડીના ખાતામાં મજૂરી કરાવતા હતા. 12 કલાકની મજૂરીના 200 ચૂકવાતા બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓ થઈ ગયા અમને રાજસ્થાનના ઉદેપુરથી સુરત લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અહીં સાડીના જોબવર્કના ખાતાની અંદર રાખવામાં આવતાં હતાં. 12 કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને 200 રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો પુણા પોલીસ દ્વારા આ બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને

વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બંનેને પકડી પાડવા પણ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: 'માતા-પિતા જ મજૂરી માટે બાળકોને મોકલતાં' આગામી દિવસોમાં પણ સર્ચ ચાલુ રહેશે વધુ એકવાર બાળમજૂરો મળી આવતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ પણ સંચા ખાતાઓમાં બાળમજૂરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની શંકાના આધારે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. લોકો પણ એફઆઇઆર કરી શકે તંત્ર બાળમજૂરોને મુક્ત

કરાવે જ નહીં. ભારતનો કોઇપણ નાગરિક બાળમજૂર રાખનારી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ મથકમાં કાયદાની જોગવાઇઓ હેઠળ એફઆઇઆર કરાવી શકે છે. જાગ્રત નાગરિકો મેદાનમાં આવે તો આ દૂષણ અવશ્ય દૂર થાય. દંડ અને જેલની સજા 14 વર્ષથી નીચેનાં બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર અને 14 વર્ષથી મોટા અને 18 વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. આ ગુના બદલ માલિકને રૂ. 20000થી 50000નો દંડ અથવા 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

Leave a Reply

Related Post