17 વર્ષના યમાલે બાર્સેલોનાને 28મી લા લીગા જીતવામાં મદદ કરી: બે મેચ બાકી રહેતા બાર્સેલોના ચેમ્પિયન બન્યું; એસ્પાનિયોલને 2-0થી હરાવ્યું

17 વર્ષના યમાલે બાર્સેલોનાને 28મી લા લીગા જીતવામાં મદદ કરી:બે મેચ બાકી રહેતા બાર્સેલોના ચેમ્પિયન બન્યું; એસ્પાનિયોલને 2-0થી હરાવ્યું
Email :

ગુરુવારે બાર્સેલોનાએ એસ્પાનિયોલને 2-0થી હરાવીને તેનું 28મું સ્પેનિશ લીગ ટાઇટલ જીત્યું. 17 વર્ષીય લેમિન યમાલે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને આ ઐતિહાસિક જીત અપાવી. બાર્સેલોનાએ બે મેચ બાકી રહીને લીગ ટાઇટલ જીતી લીધું છે. સ્પેનિશ લીગમાં, જે ટીમ સૌથી વધુ પોઈન્ટ મેળવે છે તે ટાઇટલ જીતે છે. બાર્સેલોનાના 36 મેચ બાદ 85 પોઈન્ટ છે. તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે રીયલ મેડ્રિડ 36 મેચ બાદ 78 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સ્પેનિશ લીગમાં 20 ટીમ રમી રહી છે. દરેક ટીમે એકબીજા સામે બે મેચ રમવાની હોય છે. એક મેચ હોમ ગ્રાઉન્ડ પર અને બીજી બહાર, એટલે

કે દરેક ટીમે લીગમાં 38 મેચ રમવાની રહેશે. બધી 20 ટીમે 36-36 મેચ રમી છે અને લીગમાં બધી ટીમની બે-બે મેચ બાકી છે. ટીમ માટે યમાલે પહેલો ગોલ કર્યો મેચની 53મી મિનિટે, યમાલે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. તેણે એસ્પાનિયોલના બે ડિફેન્ડરોને ટાળીને બોલ ગોલ પોસ્ટમાં ફટકાર્યો. 80મી મિનિટે એસ્પાનિયોલના લીએન્ડ્રો કાબ્રેરાને રેડ કાર્ડ મેચની 80મી મિનિટે, એસ્પાનિયોલના લીએન્ડ્રો કાબ્રેરાને લાલ કાર્ડ બતાવવામાં આવ્યું, જેના કારણે ટીમને મેચના અંત સુધી માત્ર 10 ખેલાડીઓ સાથે રમવાનું હતું. બોલ ડિફેન્ડ કરતી વખતે યમલને પેટમાં મારવાને કારણે કાબ્રેરાને લાલ કાર્ડ આપવામાં આવ્યું હતું. ફર્મિન લોપેઝે ઇન્જરી ટાઇમમાં બાર્સેલોનાનો બીજો ગોલ કર્યો ફર્મિન લોપેઝે

ઇન્જરી ટાઇમમાં બાર્સેલોના માટે બીજો ગોલ કરીને ટીમને 2-0થી જીત અપાવી. મેચ દરમિયાન ગ્રાઉન્ડની બહાર કાર અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હતા એસ્પાનિયોલ અને બાર્સેલોના વચ્ચેની મેચ દરમિયાન મેદાનની બહાર 13 લોકો ઘાયલ થયા હતા. પોલીસે રેફરીને પરિસ્થિતિ વિશે જાણ કરતાં મેચનો શરૂઆતનો તબક્કો થોડી મિનિટો માટે વિક્ષેપિત થયો હતો. બાર્સેલોના પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કોઈની પણ હાલત ગંભીર હોવાનું કહેવાયું નથી. પોલીસે સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે આ ઘટનાને કારણે સ્ટેડિયમની અંદર દર્શકોને કોઈ ખતરો નથી. કાર ચાલકની ખતરનાક ડ્રાઇવિંગ અને ઇજા પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Related Post