'કોંગ્રેસના DNAમાં ગુજરાત છે': પવન ખેરાએ કહ્યું- 'ભાજપ હવે થોડા દિવસની મહેમાન', 90 ટકા નેતાઓ સોમવારે જ અમદાવાદ આવી જશે; રાહુલ- પ્રિયંકા 8 એપ્રિલે આવશે

'કોંગ્રેસના DNAમાં ગુજરાત છે':પવન ખેરાએ કહ્યું- 'ભાજપ હવે થોડા દિવસની મહેમાન', 90 ટકા નેતાઓ સોમવારે જ અમદાવાદ આવી જશે; રાહુલ- પ્રિયંકા 8 એપ્રિલે આવશે
Email :

આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1,840થી વધુ ડેલિગેટ ફ્લાઈટ અને ટ્રેનમાં અમદાવાદ આવવાના છે. 7 એપ્રિલ સવારથી ડેલિગેટ અમદાવાદ આવશે અને 10 એપ્રિલ સુધી ડેલિગેટ પરત ફરશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામની રહેવાથી લઈને લાવવા લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. CWC બેઠકને લઈ નેતાઓના સ્વાગત માટે પોસ્ટર લાગ્યાં છે. અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આજે કાર્યક્રમ સ્થળોની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. અમદાવાદ પહોંચેલા પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે, કોંગ્રેસના ડીએનએમાં ગુજરાત છે. અધિવેશનના કાર્યક્રમ માટે 90 ટકા નેતાઓ સોમવારે જ અમદાવાદ આવી જશે. રાહુલ, પ્રિયંકા સહિતના નેતાઓ મંગળવારે સવારે અથવા સોમવારે સાંજે પણ અમદાવાદ પહોંચી શકે છે. જાણો કોણ કેટલા વાગે આવશે કોંગ્રેસનો ગુજરાત સાથે જન્મોજન્મનો સંબંધ- પવન ખેરા 8 અને 9 એપ્રિલે ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીની સમીક્ષા માટે આજે AICCના પ્રવક્તા પવન ખેરા અમદાવાદ પહોંચ્યા છે.

ખેરાએ કહ્યું હતું કે, કોંગ્રેસના DNAમાં ગુજરાત છે. ગુજરાત સાથે જન્મોજન્મનો સંબંધ છે. અધિવેશનમાં હાજર રહેનારા 90 ટકા નેતાઓ સોમવારે જ ગુજરાત પહોંચી જશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ સોમવારે સાંજે પહોંચે તેવી શક્યતા છે. પવન ખેરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અધિવેશનની સમગ્ર દેશ પર અસર થશે. 2027ની ચૂંટણીમાં આની અસર થશે. ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે. કોંગ્રેસ નેતાઓનાં અધિવેશનને લઇ ઠેર-ઠેર પોસ્ટર લાગ્યાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન CWCની બેઠકને લઈને કોંગ્રેસના અનેક નેતાઓએ સ્વાગત માટે પોસ્ટર લગાવ્યાં છે. કોંગ્રેસ પોસ્ટરમાં રાહુલ ગાંધીને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે તો ક્યાંક સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને સ્થાન છે, પરંતુ પ્રિયંકા ગાંધીનાં પોસ્ટર ઓછાં જોવા મળ્યાં અને પોસ્ટરમાં કે.સી વેણુગોપાલ અને તેમના સમકક્ષ નેતાઓ સાથે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે અધિવેશન બાદ પણ પ્રિયંકા ગાંધીનું કદ વધશે કે નહીં તે કહી શકાય નહીં. કોંગ્રેસનું અમદાવાદમાં યોજાવવા જઈ રહેલ અધિવેશન પાર્ટીને નવી નીતિ અને રીતિ આપવાની અપેક્ષા છે. CWC માટેની બેઠક જ્યાં સરદાર સ્મારકમાં થવાની છે. ત્યાં સ્વાગત માટે લાગેલાં

પોસ્ટર્સ જોતા એવું કહી શકાય કે પ્રિયંકા ગાંધીનો રોલ પાર્ટીમાં હજી સીમિત જ રહેવાની શક્યતા છે. તે તેમના ભાઈના પડછાયામાં કામ આગળ વધારશે. પ્રિયંકા માટે આ પહેલું અધિવેશન છે જ્યાં તે હવે તે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ભાગ લેશે. 2024 લોકસભામાં તેમને યુપીમાં ઈનચાર્જ બનાવામાં આવ્યાં હતાં અને હવે પાર્લામેન્ટમાં એન્ટ્રી બાદ એવું કૉંગ્રેસ કાર્યકરોની લાગણી હતી કે વધુ એક્ટિવ થાય છે, પરંતુ સ્મારકમાં લાગેલાં પોસ્ટર જોતા હજુ કોંગ્રેસ રાહુલ ગાંધીને જ નેતા તરીકે જોતા હોય તેવું લાગે છે. પ્રિયંકામાં બધાને ઇન્દિરા ગાંધીની છબી દેખાય છે, તે સારા વક્તા હોવાને કારણે લોકો તેમને પસંદ કરે છે અને યુપી માં અમેઠી સ્મૃતિ ઈરાની પાસેથી છીનવી તેમણે સાબિત કર્યું તે એક જમીનના નેતા છે. આ બધા પછી કોંગ્રેસના કાર્યકરોને લાગી રહી હતું કે, અધિવેશનમાં તેમનો કોઈ મોટો રોલ નક્કી થશે પરંતુ અત્યારે લાગેલા પોસ્ટર પરથી તેમનો નવો રોલ હોય તેવું લાગી રહ્યું નથી. કોંગ્રેસનાં વિવિધ સ્થળોએ પોસ્ટર લાગ્યાં છે. જેમાં મોટાભાગે રાહુલ ગાંધી જ દેખાય છે તો ક્યાંક ખડગે અને સોનિયા

ગાંધીને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ કેટલાક પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને સ્થાન નથી મળ્યું તો કેટલાક પોસ્ટરમાં રાહુલ ગાંધી, ખડગે અને સોનિયા ગાંધી કરતા નીચે સ્થાન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. સરદાર પટેલ સ્મારકમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો અમદાવાદના શાહીબાગના સરદાર પટેલ સ્મારકમાં CWCની બેઠક યોજાવવાની હોવાથી સરદાર પટેલ સ્મારકમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાહીબાગ અંડર બ્રિજથી સરદાર પટેલ સ્મારક સુધી સમગ્ર રસ્તા ઉપર કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસના વિવિધ નેતાઓનાં પોસ્ટર સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેના સ્વાગતનાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. સરદાર પટેલ સ્મારકમાં તૈયારીઓના નિરીક્ષણ માટે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર,ઇમરાન ખેડાવાલા સહિતના કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં શરૂઆતમાં જ્યાં કોંગ્રેસના CWCના સભ્યો ફોટો પડાવશે ત્યાંથી લઈને જે ડોમમાં બેઠક થવાની છે તે તમામ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. સરદાર પટેલ સ્મારકના મ્યુઝિયમમાં પણ નેતાઓએ મુલાકાત કરી હતી. ડોમમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્મારકમાં કોમ્યુનિટી હૉલની સામે આવેલા ગ્રાઉન્ડમાં CWC

ની બેઠક યોજવાની છે. CWCની બેઠકને લઈને વિશેષ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ડોમ સંપૂર્ણ એરકન્ડિશનર રહેશે. આ ડોમમાં 170 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ડોમમાં C પ્રકારના શેપમાં તમામ નેતાઓ બેસશે.આ ડોમમાં બેઠક વ્યવસ્થા જમીનથી એક ફૂટ જેટલી ઉપર કરવામાં આવી છે.સવારે 11 વાગ્યાથી બપોરે સુધી બેઠક ચાલશે. અમદાવાદમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવાનું છે. શાહીબાગ સરદાર સ્મારક અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશ સહિતના નેતાઓ દ્વારા આજે 6 એપ્રિલના રોજ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક મુખ્ય જર્મન ડોમ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજે 2000 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનો વિશાળ ડોમ બની રહ્યો છે જેમાં તિરંગા કલરના કપડા લગાવવામાં આવશે. એક મુખ્ય ડોમ સહિત ત્રણ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક મુખ્ય જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના હોદ્દેદારો અને સભ્યો બેસશે. દેશભરમાંથી આવેલા નેતાઓ મુખ્ય ડોમમાં હશે. VVIP ગ્રીન રૂમ મુખ્ય ડોમની પાછળના ભાગે ઊભો કરવામાં આવ્યો છે જ્યાં VVIP માટે ભોજન તેમજ બેસવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્ય ડોમની આગળ VIP સિવાય અન્ય નેતાઓ માટેના ભોજનની વ્યવસ્થા માટે અલગ ડોમ ઊભો કરવામાં આવ્યો છે જ્યારે ગુજરાતના કાર્યકર્તાઓ અને નેતાઓ માટે પણ અલગથી જમણવારનો ડોમ બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં મીડિયા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવનાર નથી.જેથી મીડિયા માટે એક અલગથી ડોમ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં મીડિયાકર્મીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેલિગેટ માટે 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરાયા 1,840થી વધુ ડેલિગેટના રહેવા માટે અમદાવાદ અને આસપાસમાં 35 હોટલમાં 1,800થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડેલિગેટને લાવવા લઈ જવા માટે 4 AC વોલ્વો બસ, 25 મિની બસ અને 500 કાર તૈયાર રાખવામાં આવી છે. CWCના 169 સભ્યો માટે 4 AC

વોલ્વો બસ રાખવામાં આવી છે જેમાં સભ્યો બેઠકના સ્થળ સુધી અને ત્યાંથી અન્ય જગ્યાએ જઈ શકશે. વોલ્વો, મિની બસ અને કારમાં કાર્યક્રમના સ્થળે પહોંચશે CWC બેઠકના દિવસે વોલ્વો બસમાં તમામ ડેલિગેટ આવશે. અધિવેશનના દિવસે વોલ્વો, મિની બસ અને ખાનગી કારમાં ડેલિગેટ આવશે. યૂથ કોંગ્રેસ અને NSUI કાર્યકરો અધિવેશનમાં સહભાગી થયા છે. કાર્યકરો પોતાની કાર અને ડ્રાઈવર અધિવેશનના ડેલિગેટને લાવવા લઈ જવા માટે આપશે. રેલવે સ્ટેશન-એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક ઊભું કરાશે 7 એપ્રિલના રોજ સાંજથી દેશભરમાંથી ડેલિગેટ ફ્લાઈટ અને ટ્રેનમાં આવવાના છે. ત્યારે તેમના માટે અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે. અમદાવાદમાં 6, ગાંધીનગરમાં 1 રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર 3 એમ કુલ 10 હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા તમામ ડેલિગેટનો સંપર્ક કરી કયા સમયે ફ્લાઇટ અથવા ટ્રેનમાં આવવાના છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. NSUI અને યૂથ કોંગ્રસના હોદ્દેદારોને હેલ્પ ડેસ્ક પર મુકાશે યૂથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને હેલ્પ ડેસ્ક પર મૂકવામાં આવશે. જેમાં ગુજરાત કોંગ્રેસનો એક-એક કાર્યકર સાથે રહેશે. ડેલિગેટ

સાથે NSUI અને યૂથ કોંગ્રસના હોદ્દેદારો વોલન્ટિયર તરીકે હાજર રહેશે. હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી, કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત ખડેપગે રહીને સેવા આપશે. તેમજ 7 એપ્રિલથી 10 એપ્રિલ બપોર સુધી ડેલિગેટને લાવવા લઈ જવાની આ તમામ વ્યવસ્થા માટે હોદ્દેદારોને રાખવામાં આવશે. NSUI અને યૂથ કોંગ્રેસના હોદ્દેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે તમામ હોટલ પર NSUI અને યૂથ કોંગ્રેસના હોદ્દેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે. આ હોદ્દેદારો ડેલિગેટની સાથે રહેશે. ડેલિગેટ જ્યાં જશે, ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે. 500 હોદ્દેદારો વોલન્ટિયર તરીકે 35 હોટલ પર હાજર રહેશે, જે બહારથી આવતા ડેલિગેટ સાથે સતત સંપર્કમાં રહેશે. હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદ્દેદારો ડેલિગેટ સાથે જશે. એટલું જ નહીં તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલન્ટિયર પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે. એરપોર્ટથી અધિવેશન સુધી સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે કોંગ્રેસના અધિવેશનને લઈ ગુજરાત આવનાર તમામ ડેલિગેટને ગુજરાતની પરંપરા પ્રમાણે આવકારવામાં આવશે, જેમાં ગુજરાતનાં વિવિધ નૃત્યોની ઝાંખી પણ જોવા મળશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ અને કલ્ચર કમિટીના પ્રમુખ સોનલબેન

પટેલે અને જીલ શાહે જણાવ્યું હતું. એરપોર્ટથી અધિવેશન સુધી 14 સ્ટેજ પર ગુજરાતના જુદા જુદા જિલ્લાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. 8 અપ્રિલે 6 સ્ટેજ અને 9 એપ્રિલે 8 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને ગુજરાતની ઝાંખી રજૂ કરાશે. એરપોર્ટ પર દાંડિયા સાથે વેલકમની થીમ પર આવકારશે આખા કાર્યક્રમની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, 8 અને 9 તારીખે આવનારા ડેલિગેટ્સ માટે એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી વિવિધ સ્ટેજ તૈયાર કર્યા છે. જેમાં 8 એપ્રિલે CWCની મિટિંગમાં આવનારા ડેલિગેટ્સને આવકારવા માટે એરપોર્ટની અંદર બે જગ્યાએ સ્ટેજ તૈયાર કરવામાં આવશે. જેમાં 45 જેટલા લોકો દાંડિયા સાથે વેલકમની થીમ પર આવકારશે. સાથે જ એરપોર્ટથી લઈને CWCના કાર્યક્રમ સ્થળ સુધીમાં 6 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવનાર છે. જેમાં એક સ્થળ પર 20 લોકોની ટીમ એમ કુલ મળીને 120 કરતાં વધુ લોકો ગુજરાતની સંસ્કૃતિની થીમ પર આ ડેલિગેટ્સને આવકારશે. જ્યારે 9 એપ્રિલના દિવસે પણ એરપોર્ટથી લઈને AICCની બેઠકના સ્થળ સુધીમાં 8 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવશે જેમાં વિવિધ થીમ પર નૃત્યની ઝાંખી જોવા મળશે.

Leave a Reply

Related Post