2 દાયકાના સામ્રાજ્યનો 45 મિનિટમાં અંત: પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપતો; લલ્લા બિહારીની ક્રાઇમકુંડળી

2 દાયકાના સામ્રાજ્યનો 45 મિનિટમાં અંત:પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપતો; લલ્લા બિહારીની ક્રાઇમકુંડળી
Email :

બાંગ્લાદેશથી કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું કે બિહારી તુમ્હારા કામ કર દેગા અને એ બિહારી એટલે આ લલ્લા બિહારી. અનેક બાંગ્લાદેશીઓને આશરો આપતા લલ્લાના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે. આ લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે. તે બે દાયકા પહેલાં અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો હતો. તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવવો અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું એની તેણે શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ શરૂ કર્યું. હાલ તો પોલીસે કુખ્યાત લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરી લીધી

છે. આ સાથે તેમની સહિત 8 વીજ માફિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી તેમને ઝડપવા કાર્યવાહી હાથ ધરાઈ છે. પહેલા કાચા શેડ ઊભા કર્યા શરૂઆતમાં તેણે અહીંયાં ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને અહીંયાં રૂમ-ગોડાઉન આપવાનું શરૂ કર્યું. તેણે ધીમે ધીમે પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું. અહીંયાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેને ચંડોળા તળાવનો મોટાભાગનો ભાગ કવર કરીને પોતાનું આખું નાનું ગામ ઊભું કરી દીધું હતું. બાંગ્લાદેશીઓને વસાવવાનું આખું પેકેજ આપતો અહીંયાં તે પાર્કિંગ, ગોડાઉન, નાના-નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો હતો. પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે એટલે તેને તેના માટે

અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ખોટા ભાડાકરાર કરીને ભારતીય નાગરિકતા અપાવવા સુધીનું એક પેકેજ તૈયાર કરી નાખ્યું. આમાં તે અત્યારે અંદાજે 10થી 12 લાખ રૂપિયા મહિને કમાય છે. મૂળ અજમેરનો પણ લલ્લા બિહારી તરીકે ઓળખ ઊભી કરી આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ અજમેરનો રહેવાસી હોવા છતાં તે પોતાને બિહારનો હોવાનું કહેતો હતો અને ધીમે ધીમે પોતાની ઓળખ લલ્લા બિહારી તરીકે ઊભી કરી દીધી હતી. કોઈ પણ બાંગ્લાદેશી ગુજરાતમાં આવે અને તેને અમદાવાદમાં રહેવું હોય તો તેને બંગાળથી જ કેટલાક એજન્ટો લલ્લા બિહારીનું નામ આપતા હતા. એક વખત કોઈ બાંગ્લાદેશી અહીં આવી જાય. ત્યારબાદ તેને પહેલા રહેવાની ત્યારબાદ ડોક્યુમેન્ટ ઊભા કરવાની અને અહીંયાં

નાની મોટી મજૂરી કરવાનું કામ પણ તે આપી દેતો હતો. એક રીતે ગેરકાયદે બાંગ્લાદેશીઓને સાચવવાનું કામની તેણે શરૂઆત કરી હતી. લલ્લા બિહારીના દીકરાની ધરપકડ આ ધંધામાં તે એકલો નહીં પણ તેની સાથે બીજા લોકો પણ સામેલ છે અને બાદમાં તેના દીકરાને પણ તેણે આ જ કામમાં સામેલ કરી લીધો હોવાનો આક્ષેપ છે. હાલ તેની સામે પણ અમદાવાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને બિહારીના દીકરા ફતેહ મહોમ્મદની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. જ્યારે લલ્લા બિહારીને શોધવા માટે એક ટીમ સતત પ્રયાસ કરી રહી છે. અનેક મહિલાઓ લલ્લાથી પીડિત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને જણાવ્યા અનુસાર લલ્લા બિહારી અહીં ગેરકાયદે મકાન ગોડાઉન ઊભાં કરવાની સાથે ભાડાની આવક તેમજ જે મહિલા પીડિત હોય તેને વેશ્યાવૃતિમાં ધકેલવા

માટે પ્રયાસ કરતો હતો. અને તે પ્રમાણે તેણે અહીંયાં અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અહીં અનેક લોકો લલ્લાના ત્રાસથી દબાયેલા છે અને હજી સુધી તે સામે આવી રહ્યા નથી પરંતુ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના સામ્રાજ્યનો અંત કરવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. આ પણ વાંચો: ચંડોળા તળાવ પર લલ્લા બિહારીનું 2000 વારનું આલીશાન ફાર્મ હાઉસ ચંડોળા તળાવમાં અમદાવાદની સૌથી મોટી વીજચોરીનો પર્દાફાશ ચંડોળા તળાવમાં ગેરકાયદે વીજ ચોરી કરતા વીજમાફિયાઓની કરતૂતોનો ભાંડો અંતે ક્રાઇમ બ્રાંચ તેમજ ટોરેન્ટ પાવરની ટીમે ફોડી દીધો છે. વીજમાફિયાઓ ચંડોળા તળાવમાં ટોરેન્ટ પાવરનો વીજ પુરવઠો ચોરી કરીને ગેરકાયદે વસવાટ કરતા લોકોએ રૂપિયા લઇને આપતા હતા. વીજ માફિયાઓનાં કરતૂતનો પર્દાફાશ થતાની સાથે જ તેઓ અંડરગ્રાઉન્ડ થઇ

ગયા છે. ક્રાઇમ બ્રાંચ અને ઈસનપુરમાં ગુનો નોંધાયો ચંડોળા તળાવમાં અંદાજીત દસ હજારથી વધુ ઝુપડા આવેલા છે. જેમાં આ લોકો વીજ પુરવઠો આપી રહ્યા હતા. ચંડોળા તળાવમાં થતી આ ગેરકાયદે પ્રવૃતિનો ભાંડો ફુટતાની સાથે ક્રાઇમ બ્રાંચ અને ઇસનપુરમાં ગુનો નોંધાયો છે. વીજ માફિયા ઇલેકટ્રીક બીલના આધારે બોગસ ભાડા કરાર પણ કરાવતા હતા. 8 વીજમાફિયા વિરુદ્ધ ફરિયાદ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા ઇમરજન્સી સ્ટાફ ક્વોટર્સમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અતુલ પટેલે ક્રાઇમ બ્રાંચમાં લલ્લા પઠાણ, રહીમ બશીર શેખ ઉર્ફે ચટણી, મુસ્તાફ દિવા, બસીર સુલ્તાન શેખ, ફતેહ મહોમ્મદ પઠાણ, એહમદ શેખ, રહેનાબીબી પઠાણ, કુસનુબાનુ વિરૂદ્ધ ગેરકાયદે વીજ જોડાણ, મિલક્ત પર કબજાની ફરિયાદ કરી છે. ગેરકાયદે કનેક્શન લઇને અન્ય લોકોને કનેક્શન આપ્યું હતું 27 એપ્રિલે સવારે

ટોરેન્ટ કંપનીના સ્ટાફે ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં જઇને તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા સામે આવ્યુ હતું કે રહીમ બશીર શેખ, મુસ્તાફ દિવાન, બસીર સુલ્તાન શેખ ટોરેન્ટ પાવરના વીજ નેટવર્કમાંથી બીનઅધિકૃત રીતે વીજ ચોરી કરી રહ્યા છે. આ ત્રણેય લોકોએ આસપાસમાં રહેતા લોકોના મકાનમાં પણ વીજ કનેકશન આપ્યુ હતું. ગેરકાયદે રહેતા લોકો પાસેથી રૂપિયા લઇને વીજ જોડાણ આપતા હતા. લલ્લા પઠાણ ગેંગ બનાવી વીજ બિલ વસૂલતો હતો ચંડોળા તળાવની જગ્યા ઉપર ઝૂપડાં બનાવવામાં આવ્યાં છે અને ખોટા ભાડા કરાર પણ કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં લલ્લા પઠાણ અને તેનો દીકરો ફતેહ મહોમ્મદ પઠાણ તથા એહમદ શેખ, રહેનાબીબી, ફુસનુબાનુ ગેંગ બનાવીને ચંડોળા તળાવમાં રહેતા લોકો પાસેથી ગેરકાયદે વીજ બીલ વસૂલાત કરતા હતા. ટોરેન્ટ

પાવરના કનેક્શનમાંથી વીજ માફિયાઓ ગેરકાયદે લોકોને વીજપુરવઠો પૂરો પાડતા હતા. વીજમાફિયાઓ લોકો પાસેથી 500થી લઇને 1,000 રૂપિયા સુધીની વસૂલાત કરતા હતા. ઇલેક્ટ્રિક બિલના આધારે ખોટા ભાડા કરાર કરતા હતા ઇલેક્ટ્રિક બિલના આધારે તમામ લોકોના ખોટા ભાડા કરાર કરતા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે વીજમાફિયા વિરુદ્ધ ગુનો નોંધીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. સરકારી જમીન પર માલિકી હક કરવાનું કાવતરું ઘડવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. ગેરકાયદે વીજ કનેક્શન મેળવનાર વિરુદ્ધ પણ ફરિયાદ આ સિવાય ઈસનપુર પોલીસે પણ ટોરેન્ટ પાવરના આસીસ્ટન્ટ મેનેજર હરદીપ ગુમાનની ફરિયાદના આધારે વાહીદ અહદમ શેખ, બશીર ઉર્ફે ભુરીયો, ઇમરાન મોહસિન ખાન, અમીર ઉર્ફે કાલુ શેખ અને માલેખાન મેવાણી વિરુદ્ધ ગેરકાયદે વીજ જોડાણનો ગુનો નોંધ્યો છે. ગઇકાલે ટોરેન્ટ પાવરની ટીમ તપાસ કરી હતી

તો વાહીદ અહમદ શેખ, બશીર, ઇમરાન, અમીર અને માલેખાને લોકોના જીવ જોખમાય તેવી રીતે ટોરેન્ટ પાવરના ઇલેકટ્રિકના વાયરોનું વીજજોડાણ મેળવ્યું હતું. ઇસનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નવાબનગરના છાપરા, સૂર્યાનગરના છાપરા, મિલ્લતનગરમાં ગેરકાયદે વીજજોડાણ આપ્યા હતા વીજમાફિયાઓએ માત્ર ચંડોળા તળાવમાં જ નહીં પરંતુ નવાબનગરના છાપરા, સૂર્યાનગરના છાપરા, મિલ્લતનગર સહિતની જગ્યાએ પણ ગેરકાયદે વીજજોડાણ આપ્યા હતા. વીજ માફિયાઓ લોકોને વીજ જોડાણ આપીને કરોડપતિ બની ગયા છે. જેના મામલે પોલીસ તેમજ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ સિવાય આ વીજમાફિયાઓ ગેરકાયદે ડોક્યુમેન્ટ બનાવવા મામલે પણ પંકાયેલા હોય તેવું સાંભળવામાં આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવનારા દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.

Leave a Reply

Related Post