પોરબંદરમાં શિયાળામાં કેરીની મોસમ: બેંગલોરથી 250 કિલો હાફુસ કેરીની આવક, કિલોના ભાવ 200થી 360 રૂપિયા

પોરબંદરમાં શિયાળામાં કેરીની મોસમ:બેંગલોરથી 250 કિલો હાફુસ કેરીની આવક, કિલોના ભાવ 200થી 360 રૂપિયા
Email :

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અસામાન્ય રીતે શિયાળાની ઋતુમાં કેરીની આવક શરૂ થઈ છે. બરડા પંથકની કેસર કેરી બાદ હવે બેંગલોરથી હાફુસ કેરીની આવક થતાં કેરીના શોખીનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડના ફળોના હોલસેલ વેપારી નિતિનભાઈ દાસાણીના જણાવ્યા

મુજબ, શુક્રવારે બેંગલોરથી 25 બોક્સ એટલે કે 250 કિલો હાફુસ કેરીની આવક નોંધાઈ છે. આ કેરીના ભાવ પ્રતિ કિલો રૂ. 200થી 360 સુધીના રહ્યા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં શરૂ થતી હાફુસ કેરીની સીઝન આ વર્ષે એક મહિનો

વહેલી શરૂ થઈ છે. આવેલી કેરી પર પરંપરાગત રીતે ગુલાબના ફૂલ મૂકીને હરાજી કરવામાં આવી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ કેરીના શોખીનો આ મીઠી કેરીનો સ્વાદ માણી રહ્યા છે. આ અસામાન્ય સમયે કેરીની ઉપલબ્ધતા બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Related Post