કચ્છમાં બીજા દિવસે પણ 3 ડ્રોન દેખાયા: કાશ્મીરના બારામુલ્લાથી ભૂજ સુધીની દેશની પશ્ચિમી સરહદે 26 સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયાં

કચ્છમાં બીજા દિવસે પણ 3 ડ્રોન દેખાયા:કાશ્મીરના બારામુલ્લાથી ભૂજ સુધીની દેશની પશ્ચિમી સરહદે 26 સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયાં
Email :

ન્યુ ગુજરાત ન્યૂઝ | ભૂજ/અમદાવાદ કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ રાત્રે સિરક્રીક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા. તેવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા હતાં. જેમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ

આવતા નજરે પડ્યા છે. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયા હતાં. અહીંના વિડીયો પણ ફરતા થયા છે. જોકે ત્યારબાદ આ ડ્રોન ગાયબ થઇ ગયા હતાં. અહીં લક્કી નાળા પાસે છે. ત્યાં પણ ડ્રોન દેખયા છે. તો રાત્રે 11 વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યા

હતાં. આ એ જ જગ્યા છે જ્યાં ગુરૂવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. પશ્ચિમ સરહદે ભારતીય એરફોર્સ હાઇએલર્ટ પર, નાગરિકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરાઈ શનિવારે કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતમાં ભૂજ સુધીના 26 વિવિધ સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં પંજાબના ફિરોઝપુરમાં વિસ્ફોટકો સાથેના ડ્રોનના હુમલામાં કેટલાક નાગરિકો પણ ઘવાયા હતા. આ ડ્રોન

બારામુલા, શ્રીનગર, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, જેસલમેર, બાડમેર અને ભૂજ સહિતના સ્થળે દેખાયા હતા. પાકિસ્તાન તરફથી આ‌વતા કોઈપણ પડકારને પહોંચી વળવા માટે ભારતીય એરફોર્ટ હાઇએલર્ટ પર છે. આ માટે દેશની સમગ્ર પશ્ચિમી સરહદે ભારતીય સૈન્ય સજ્જ છે. પાક.ડ્રોનનો આશય ભારતની ગતિવિધિઓ પર નજર રાખવાનો સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની પશ્ચિમી સરહદે

જે ડ્રોન જોવા મળ્યા છે એમાં ઘણ વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ડ્રોનના કારણે નાગરિકો તથા સૈન્યના ઠેકાણાઓ માટે ખતરો પેદા થઈ શકતો હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મોટાભાગના ડ્રોન સર્વેલન્સ કામગીરી માટેના પણ છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ ડ્રોનનો આશય ભારતીય ગતિવિધિઓ પર નજર રાખવા માટે

છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. { લક્કી નાળામાં ભારતીય સેના સહિતની એજન્સીઓની હાજરી છે. દરિયાઇ અને ક્રીક સરહદ વચ્ચે મહત્વનું મથક છે. તેથી અહીંથી પાકિસ્તાને આ ડ્રોન દ્વારા રેકી અથવા હુમલો કરવાના ઇરાદે મોકલ્યું છે. જોકે સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોનને તેના ઇરાદા પાર પાડવા દીધુ ન હતું

Leave a Reply

Related Post