નડિયાદમાં લઠ્ઠાકાંડ: ભેળસેળિયો દેશી દારૂ પીધા પછી 3 લોકોનાં તરફડિયાં મારીને મોત

નડિયાદમાં લઠ્ઠાકાંડ:ભેળસેળિયો દેશી દારૂ પીધા પછી 3 લોકોનાં તરફડિયાં મારીને મોત
Email :

નડિયાદમાં લઠ્ઠાકાંડને કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. જવાહરનગર વિસ્તારમાં વેચાતો દેશી દારૂ પીધા પછી આ ત્રણેયના મૃત્યુ થયા હતા. દારૂનો અડ્ડો ગલિયા નામના બુટલેગરનો હોવાનો મૃતકના પરિવારના સભ્યો અને અન્ય લોકોનો આક્ષેપ છે.મૃતકોમાં પાણીપૂરીનો વ્યવસાય કરતા યોગેશ કુશવાહ, કલકકામ કરતાં રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણનું મૃત્યુ થયું છે. લઠ્ઠાકાંડના અહેવાલ આવતા પોલીસની ટુકડીઓ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દેશી દારૂમાં કયા કેમિકલ ભેળવવામાં આવ્યા હતા

તેની તપાસ ચાલી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ચાલે છે છતાં આંખ આડા કાન કરવામાં આવતા હતા. બુટલેગર ઘણા સમયથી દેશી દારૂનો વેપાર કરે છે. અગાઉ 2023માં બિલોદરામાં સિરપકાંડ સર્જાયો હતો નડિયાદના બિલોદરા માં હજી 2023 ના વર્ષમાં જ સીરપકાંડ થયું હતું, ત્યારબાદ હવે શહેરમાં લઠ્ઠાકાંડની ઘટના થતા ચકચાર મચી છે. હાલમાં પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવાની સાથે સાથે સમગ્ર ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. લોકોએ કહ્યું, ફાટક પાસે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એક મૃતકના

પરિવારના સભ્યે કહ્યું, અમે નોકરી ધંધા પર જતા હતા ત્યારે ઘટનાની જાણ થઈ. જવાહરનગર ફાટક પાસે વેચાતો દેશી દારૂ પીધો હતો. અન્ય અસરગ્રસ્ત છે કે નહીં તેની જાણ નથી. ઘટનાની ગંભીરતાને જોઈ એલસીબીની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી ગઈ હતી. મૃતકોનાં બ્લડ સેમ્પલ પરીક્ષણ માટે મોકલી અપાયાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લાવવામાં આવ્યા બાદ તબીબ દ્વારા ત્રણેયના બ્લડ સેમ્પલ લઈને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. સવારે પીએમ બાદ વિસેરા પણ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે. પીએમ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

Related Post