નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા: જવાહરનગરમાં અડધા કલાકમાં 3નાં મોત, દારૂ પીધા બાદ તબિયત લથડી હતી, સિરપકાંડના દોઢ વર્ષ બાદ નશાનો કેર

નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા:જવાહરનગરમાં અડધા કલાકમાં 3નાં મોત, દારૂ પીધા બાદ તબિયત લથડી હતી, સિરપકાંડના દોઢ વર્ષ બાદ નશાનો કેર
Email :

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું છે. બિલોદરા નશીલા સિરપકાંડ બાદ રવિવારે (9 ફેબ્રુઆરી) મોડી રાત્રે અડધા કલાકમાં ટપોટપ ત્રણનાં મોત થયાં હતાં. મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી લઠ્ઠાકાંડની આશંકા છે. હોસ્પિટલ પોલીસ કાફલો દોડી

ગયો બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા કહી શકાય એમ છે. શંકાસ્પદ મૃતકોનાં નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે‌. દારૂ પીધા બાદ તબિયત લથડતા 108માં ખસેડાયા મૃતકના સંબંધી પી.કે.ચૌહાણે જણાવ્યું

કે, મારો ભત્રીજો કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો. દરરોજ દારૂ પીવે છે, આજે સાંજે પીધો હશે એટલે તેની તબિયત લથડી હતી. અમને જેવી જાણ થઈ અમે ત્યાં પહોંચ્યા અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અડધા કલાકમાં 3 વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ

ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ તમામ લોકોનાં નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘટનાના પગલે જિલ્લાભરની પોલીસની સાથે SMCની ટીમ પણ દોડી નડિયાદના મંજીપુરા રોડ ઉપર આવેલા જવાહરનગર વિસ્તારમાં ત્રણના મોતથી પોલીસે આ વિસ્તારમાં આવેલી જય મહારાજ સોસાયટી પાસે તપાસ‌ હાથ ધરી હતી. મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા ત્રણેયના મોત નીપજ્યા છે. બનાવના પગલે સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લાની LCB, SOG, DYSP, IB સહિતનો

કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. વધુમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે પણ બનાવ સ્થળની તપાસ હાથ ધરી છે. લઠ્ઠાકાંડની આશંકાએ જોર પકડ્યું છે. શહેરમાં આવા દેશી દારૂના અડ્ડાઓ પર યુદ્ધના ધોરણે કાર્યવાહી થાય તેવી માગ પ્રબળ બની છે. આર્યુર્વેદિક સિરપથી પાંચનાં મોત થયાં હતાં 2009ની સાલમાં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 140થી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા. જુલાઈ, 2022માં અમદાવાદ પાસે આવેલા બોટાદમાં 'કેમિકલ કાંડ' થયું અને 35થી વધુ લોકોની

જિંદગીનો અંત આવી ગયો હતો. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની પૂરક હોય એમ બેફામ રીતે સિરપ વેચાતી હતી. ખેડા જિલ્લામાં સિરપ ડિસેમ્બર 2023ના અંતમાં પાંચ લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. જેમાં ત્રણ લોકો નડિયાદથી ચાર કિ.મી. દૂર આવેલા બિલોદરા ગામના જ વતની હતા. જ્યારે ચોથી વ્યક્તિ વડદલા અને પાંચમી વ્યક્તિ બગડુ ગામની હતી. માનવામાં આવે છે કે, પાંચેય જે સિરપનું સેવન કર્યું હતું એ આયુર્વેદિક હતી. પણ તેમાં ભેળસેળ કરવામાં આવી હતી.

Related Post