Prayagraj Maha Kumbh world records: આસ્થા, સ્વચ્છતા અને કલાનો થયો સંગમ

Prayagraj Maha Kumbh world records: આસ્થા, સ્વચ્છતા અને કલાનો થયો સંગમ
Email :

વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો મહાકુંભ 2025 પ્રયાગરાજમાં સંપન્ન થયો. 45 દિવસ ચાલેલા આ કુંભ મેળામાં 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતુ. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કુંભ મેળામાં 3 વિશ્વ રેકોર્ડ બન્યા છે. પહેલો રેકોર્ડ સૌથી વધુ ભક્તો સાથેનો વિશ્વનો પહેલો કાર્યક્રમ બન્યો. બીજો રેકોર્ડ સ્વચ્છતા અભિયાનનો છે અને ત્રીજો રેકોર્ડ હાથથી રંગકામનો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે પ્રમાણપત્રો સોંપ્યા હતા.

મહાકુંભ 2025 ના 3 વિશ્વ રેકોર્ડ

પ્રયાગરાજ મહાકુંભ 2025માં સ્વચ્છતા, ચિત્રકામ અને શ્રદ્ધા સંબંધિત ત્રણ વિશ્વ રેકોર્ડ બન્યા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે સીએમ યોગી આદિત્યનાથને પ્રમાણપત્રો સોંપ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું. પ્રયાગરાજ મહાકુંભના 45 દિવસોમાં, 66 કરોડ 38 લાખથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સરેરાશ, દરરોજ 1.25 કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 70 થી વધુ દેશોમાંથી લગભગ 50 લાખ વિદેશી શ્રદ્ધાળુઓ પણ આવ્યા હતા. મહાકુંભમાં આવનારા લોકોની સંખ્યા અમેરિકાની વસ્તી કરતા બમણી અને 193 દેશોની કુલ વસ્તી કરતા વધુ છે. આટલી મોટી ભીડ ધરાવતો આ દુનિયાનો પહેલો કાર્યક્રમ છે.

સ્વચ્છતા

મહાકુંભમાં માત્ર ભક્તોની સંખ્યાનો રેકોર્ડ જ નહીં, પરંતુ સ્વચ્છતાનો વિશ્વ રેકોર્ડ પણ બન્યો. મહા કુંભ મેળા વિસ્તારના 4 ઝોનમાં 19 હજાર સફાઈ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે દિવસ-રાત સફાઈ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કલા

શ્રદ્ધા અને સ્વચ્છતા ઉપરાંત, મહાકુંભમાં કલાત્મકતાનો એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં 12 હજાર 102 કલાકારોએ સાથે મળીને ચિત્રો બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં, રેકોર્ડ 7 હજાર 660 કલાકારોએ એકસાથે ચિત્રો દોરવાનો હતો. પ્રયાગરાજ મહાકુંભમાં આવેલા કલાકારોએ તેને તોડી નાખ્યું.

સફાઈ કામદારોને ભેટ મળી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે પ્રયાગરાજ પહોંચ્યા અને આ સિદ્ધિની ઉજવણી કરી. આ દરમિયાન તેમણે સંગમ કિનારે ગંગા આરતી અને પૂજા કરી. તેમજ ઝાડુ મારીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે સફાઈ કર્મચારીઓએ દિવસ-રાત સખત મહેનત કરીને અને નિઃસ્વાર્થ ભાવે ભક્તોની સેવા કરીને સ્વસ્થ મહાકુંભના સ્વપ્નને વાસ્તવિકતા બનાવી છે. મુખ્યમંત્રીએ સફાઈ કામદારોને તેમના સમર્પણ અને પ્રતિબદ્ધતા બદલ સન્માનિત કર્યા હતા અને તેમની સાથે બેસીને ભોજન પણ કર્યુ હતુ. તો સાથે જ તેમને બોનસ આપવા અને તેમના પગારમાં વધારો કરવાની ખાતરી આપી હતી. 

Leave a Reply

Related Post