ન્યુ ગુજરાત એનાલિસિસ: ગુજરાતમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ બેરોજગારોમાં 34% આર્ટ્સ, 38% કોમર્સ-સાયન્સના વિદ્યાર્થી; એન્જિનિયરિંગના 9000 વિદ્યાર્થી નોકરીની શોધમાં

ન્યુ ગુજરાત એનાલિસિસ:ગુજરાતમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ બેરોજગારોમાં 34% આર્ટ્સ, 38% કોમર્સ-સાયન્સના વિદ્યાર્થી; એન્જિનિયરિંગના 9000 વિદ્યાર્થી નોકરીની શોધમાં
Email :

ગુજરાતમાં 2024માં સપ્ટેમ્બર મહિના સુધી 2.80 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા રિપોર્ટ ‘સામાજિક-આર્થિક સમીક્ષા 2024-25’ મુજબ, 2024ના 9 મહિનામાં રોજગાર વિનિયમ કચેરીમાં નોકરી મેળવવા કુલ 2.92 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 96% શિક્ષિત હતા. આ બેરોજગારોમાં 40% એટલે કે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કે

પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે 34% વિદ્યાર્થીઓ આર્ટ્સ ફિલ્ડના અને 38% વિદ્યાર્થીઓ કોમર્સ કે સાયન્સ ફિલ્ડના હતા. 2023માં કુલ 2.87 લાખ બેરોજગારો નોંધાયા હતા. તે 2024માં 9 મહિનામાં જ વધીને 2.92 લાખ થયા હતા. ધોરણ 10 અને 12 સુધી અભ્યાસ કર્યો હોય તેવા 1.69 લાખ બેરોજગાર એમ્પલોઇમેન્ટ એક્સચેન્જ પર

નોંધાયા હતા. એમ્પલોઇમેન્ટ એક્સચેન્જ નોકરી કરવા માગતા લોકોને રોજગારી પૂરી પાડવા પ્લેસમેન્ટની સુવિધા પૂરી પાડે છે. ત્રીજા ભાગના બેરોજગાર ગ્રેજ્યુએટ રોજગાર વિનિયમ કચેરીમાં નોકરી મેળવવા લોકોએ નોંધણી કરાવી હતી. સૌથી વધુ બેરોજગારોમાં ગુજરાત ટોપ-5 રાજ્યમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના એમ્પલોયમેન્ટ એક્સચેન્જ 2023ના રિપોર્ટ મુજબ, 2022માં ગુજરાતમાં 3.34 લાખ બેરોજગાર નોંધાયા હતા.

આ મામલે ગુજરાત પાંચમા ક્રમે હતું. કેરળમાં 5 લાખ, તમિલનાડુમાં 4.85 લાખ, મહારાષ્ટ્રમાં 4.87 લાખ, ઉત્તર પ્રદેશમાં 4 લાખ બેરોજગાર નોંધાય હતા. ગુજરાતમાં આ ઉપરાંત 2.74 લાખ બેરોજગારોનું પ્લેસમેન્ટ પણ થયું હતુ. કોમર્સના વિદ્યાર્થી ઓછા ડિપ્લોમા-ગ્રેજ્યુએટ કે તેથી વધુ ભણેલા બેરોજગારોમાંથી 35% એટલે કે 33 હજારથી વધુ વિદ્યાર્થી આર્ટ્સના હતા. સાયન્સ ભણેલા

બેરોજગાર 21% એટલે કે 20 હજારથી વધુ અને સૌથી ઓછા 17% એટલે કે 16 હજરાથી વધુ કોમર્સના વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્યારે અન્ય ક્ષેત્રના 26 હજાર જેટલા બેરોજગાર નોંધાયા હતા. એન્જિનિયરિંગના 9 હજાર નોંધાયેલા બેરોજગારમાં સૌથી વધુ 2526 વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિક ફિલ્ડના હતા. 96% બેરોજગાર શિક્ષિત 2024માં સપ્ટેમ્બર સુધી એમ્પલોઇમેન્ટ એક્સચેન્જ પર કુલ 2.92 લાખ

બેરોજગાર નોંધાયા હતા. તેમાંથી 96% એટલે કે 2.80 લાખ શિક્ષિત હતા. જ્યારે 4% એટલે કે 12,192 નોકરી કરવા માગતા લોકો નિરક્ષર હતા. 2023માં કુલ 2.74 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા હતા, જે 2024ના નવ મહિનામાં જ 2% વધીને 2.80 લાખ થયા છે. જ્યારે 2023માં નિરક્ષર એટલે કે અશિક્ષિત બેરોજગાર 12,862 નોંધાયા હતા.

Related Post