4 અકસ્માત, 4નાં મોત: ચાલુ બસે માવો ચોળતો ડ્રાઈવર સસ્પેન્ડ, PM મોદી 7 માર્ચે ફરી ગુજરાત આવશે, ભીલ સમાજમાં દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ

4 અકસ્માત, 4નાં મોત:ચાલુ બસે માવો ચોળતો ડ્રાઈવર સસ્પેન્ડ, PM મોદી 7 માર્ચે ફરી ગુજરાત આવશે, ભીલ સમાજમાં દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ
Email :

PM મોદી 7 માર્ચે ફરી આવશે ગુજરાત આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. આજે તેઓ રાજકોટની મુલાકાત બાદ દિલ્હી પરત ફરશે. જો કે આગામી 7 માર્ચે PM ફરી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ સુરતની મુલાકાત લેશે. ગરમીથી આંશિક રાહત, હજુ 1 ડિગ્રી તાપમાન ઘટશે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. આગામી કેટલાક કલાકોમાં હજુ પણ એક ડિગ્રી તાપમાન ઘટી શકે. જો કે ત્યાર બાદ ફરી તાપમાનનો પારો ઊંચકાશે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું. લૂંટ કરે તે પહેલાં જ આરોપી દબોચાયા અમદાવાદની

આંગડિયા પેઢી સહિતની જગ્યાઓ પર લૂંટના ઈરાદે ફરતી પંજાબ ગેંગના ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, એક છરો અને પાંચ કારતૂસ મળ્યાં છે. આમાંથી બે આરોપી અગાઉ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે. 4 અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત ગતરોજ રવિવારે રાજ્યમાં 4 અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા. ગઢડા રોડ ઉપર સામસામે બાઈક અથડાતાં બે યુવકોના મોત થયા. જ્યારે અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પર અકસ્માતમાં 1નું અને બનાસકાંઠાના ડીસા-સમૌ રોડ પર અકસ્માતમાં 1નું મોત થયું. ચાલુ બસે માવો મસળતા ડ્રાઈવર સસ્પેન્ડ રાજકોટમાં સિટીબસના ડ્રાઈવરને ચાલુ બસે માવો બનાવવો ભારે પડ્યું. ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં

મૂકી ચાલુ બસે માવો બનાવતો હોય તેવો વીડિયો વાઈરલ થતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો. ભીલ સમાજના મહાસંમેલનમાં કુરિવાજો દૂર કરવાનો નિર્ણય લીમખેડાના મોટાહાથીધરા ખાતે ભીલ સમાજનું મહાસંમેલન યોજાયું. જ્યાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની હાજરીમાં સમાજમાંથી દહેજ, દારૂ જેવા કુરિવાજો દૂર કરવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો. સમાજમાં દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણીત મહિલા પર વારંવાર આચર્યું દુષ્કર્મ ભાવનગરમાં અફઝલ દશાડિયા નામના શખ્સે પરિણીત મહિલા પર અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું. સાથે જ પતિ-પુત્રને મારી નાખવાની પણ ધમકી આપી હતી. મહિલાએ આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Post