ભચાઉમાં ખનીજ ચોરીનો પર્દાફાશ: લાકડીયા સિમમાંથી રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે વહન કરતી 5 ટ્રક પકડાઈ, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભચાઉમાં ખનીજ ચોરીનો પર્દાફાશ:લાકડીયા સિમમાંથી રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે વહન કરતી 5 ટ્રક પકડાઈ, 1.12 કરોડનો મુદ્દામાલ જપ્ત
Email :

કચ્છ કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાયિંગ સ્ક્વોર્ડની ટીમે મહત્વની કામગીરી અંજામ આપી છે. ટીમે 14 મેની રાત્રે ગાગોદર-સમાખ્યાલી રોડ પર તપાસ હાથ ધરી હતી. લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટીમે કાયદેસરના

રોયલ્ટી પાસ વગર ચાઇનાક્લે ખનીજનું વહન કરતી 5 ટ્રક પકડી પાડી છે. આ તમામ ટ્રકોને સીઝ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે રૂપિયા 1.12 કરોડ છે. પકડાયેલી તમામ ટ્રક

લાકડીયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. હવે પછી આ મામલે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સફળ કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડના અધિકારી મેહુલ શાહ અને તેમની ટીમના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Related Post