દ્વારકામાંથી ઝડપાઈ 5 બાંગ્લાદેશી મહિલા: 25 હજાર આપી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી, ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી

દ્વારકામાંથી ઝડપાઈ 5 બાંગ્લાદેશી મહિલા:25 હજાર આપી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી, ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી
Email :

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. SOGએ રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસેથી પાંચ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. એએસઆઈ અશોકભાઈ સવાણી અને જગદીશભાઈ કરમુરને બાતમી મળી હતી કે મંદિરની પાછળના રોડ પર કેટલીક શંકાસ્પદ મહિલાઓ જોવા મળી છે. ઝડપાયેલી મહિલાઓ મહિલાઓ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા પીઆઈ પી.સી.સિંગરખીયાની આગેવાની હેઠળની ટીમે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે તપાસ કરી. આ મહિલાઓ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી

જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા. 25 હજાર આપી ભારતમાં ગેરકાયદે ઘુસી તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે જેશોરથી બાંગા વચ્ચેની નદીનો ઉપયોગ કરી ઘુસણખોરી કરી હતી. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા ચૂકવ્યા હતા. ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી ભારતમાં આવ્યા બાદ તેઓ અહીં રહેતા બાંગ્લાદેશી લોકોની મદદથી વિવિધ

વિસ્તારોમાં રહેતી હતી. તેઓ છૂટક મજૂરી કરતી અને કેટલીક મહિલાઓ છેલ્લા 7થી 10 વર્ષથી ભારતમાં રહેતી હતી. તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી. મજૂરીમાંથી કમાણી કરીને પશ્ચિમ બંગાળના એજન્ટ મારફતે બાંગ્લાદેશ મોકલતી મજૂરીમાંથી મળતી કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલવામાં આવતી. એજન્ટ પોતાનું કમિશન કાપી બાકીની રકમ બાંગ્લાદેશમાં તેમના પરિવારને મોકલી આપતો હતો. હાલ પોલીસે તમામ મહિલાઓને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Related Post