લુણાવાડામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ: આરોપી ટ્રેક્ટર ડ્રાઈવરની ધરપકડ, પીડિતાને હોસ્પિટલમાં ખસેડાઈ

લુણાવાડામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ:આરોપી ટ્રેક્ટર ડ્રાઈવરની ધરપકડ, પીડિતાને હોસ્પિટલમાં ખસેડાઈ
Email :

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક ચકચારી ઘટના સામે આવી છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રામ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. પોલીસને ફરિયાદ મળતાં જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આરોપીએ

ગામની જ કૌટુંબિક બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી હતી. પોલીસે ટેક્નોલોજી અને માનવ સ્રોતનો ઉપયોગ કરી સઘન તપાસ હાથ ધરી હતી. આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં મુશ્કેલી

પડી હતી. જો કે, ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ટ્રેક્ટર ડ્રાઈવર છે અને મજૂરી કામ કરે છે. પીડિત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Related Post