80 વર્ષની પરંપરા જીવંત: બ્રહ્મક્ષત્રિય ઠાકોર ક્લબના 50 સભ્યોનું સ્નેહમિલન, વિદેશથી પણ મિત્રો આવ્યા

80 વર્ષની પરંપરા જીવંત:બ્રહ્મક્ષત્રિય ઠાકોર ક્લબના 50 સભ્યોનું સ્નેહમિલન, વિદેશથી પણ મિત્રો આવ્યા
Email :

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ઠાકોર ક્લબનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતું. આ ક્લબની સ્થાપના 80 વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારથી સભ્યો નિયમિતપણે મળતા આવ્યા છે. આ વર્ષના સ્નેહમિલનમાં 50 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં વિદેશથી

આવેલા મિત્રોનો પણ સમાવેશ થાય છે. ક્લબના સભ્યો રૂપેશ દેસાઈ, પ્રશાંત દેસાઈ અને નીતિન દેસાઈએ જણાવ્યું કે, આ સ્નેહમિલનમાં ત્રીજી અને ચોથી પેઢીના સભ્યો પણ ઉત્સાહભેર ભાગ લે છે. આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી

છે. કાર્યક્રમમાં સભ્યોએ વિવિધ રમતો રમી અને સાથે મળીને પ્રીતિભોજનનો આનંદ માણ્યો હતો. સૌ સભ્યોએ આવતા વર્ષે ફરી મળવાનો સંકલ્પ કરીને વિદાય લીધી હતી. આ રીતે બ્રહ્મક્ષત્રિય સમાજની એકતા અને સામાજિક સંબંધોને મજબૂત કરવાની પરંપરા જળવાઈ રહી છે.

Related Post