દીકરાના લગ્નમાં 61 વર્ષીય આશુતોષ ગોવારિકર મન મૂકી નાચ્યા: કોણાર્ક-નિયતિનાં રિસેપ્શનમાં આમિર ખાન, વિદ્યા બાલન સહિતના સેલેબ્સનો જમાવડો

દીકરાના લગ્નમાં 61 વર્ષીય આશુતોષ ગોવારિકર મન મૂકી નાચ્યા:કોણાર્ક-નિયતિનાં રિસેપ્શનમાં આમિર ખાન, વિદ્યા બાલન સહિતના સેલેબ્સનો જમાવડો
Email :

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 'લગાન' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોનું ડિરેક્શન કરનાર આશુતોષ ગોવારિકર અને સુનિતા ગોવારિકરના પુત્ર કોણાર્ક ગોવારિકરે તાજેતરમાં મૂળ ગુજરાતના અને મુંબઈના 'રિયલ એસ્ટેટ' કિંગ રસેશની દીકરી નિયતિ સાથે લગ્ન કર્યા. કોણાર્કનું રિસેપ્શન રવિવાર, 2 માર્ચના રોજ મુંબઈમાં યોજાયું હતું જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજર રહી હતી. ડિરેક્ટર આશુતોષે ગોવારિકરે 'મિતવા' પર ડાન્સ

કર્યો લગ્નના રિસેપ્શનમાં આમિર ખાન, અનુપમ ખેર, ચંકી પાંડે અને સાજિદ ખાન સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓ હાજર રહી હતી. દીકરાના લગ્નમાં આશુતોષે ગોવારિકરે ફિલ્મ 'લગાન' ના ફેમસ ગીત 'મિતવા' પર ડાન્સ પણ કર્યો હતો. વરરાજા-દુલ્હનનો સિમ્પલ લુક આ રિસેપ્શનમાં નવદંપતીના સિમ્પલ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. દુલ્હનને દુપટ્ટા સાથે ભરતકામવાળો લહેંગો પહેર્યો હતો અને ઘરેણાં

માત્ર એક ડાયમંડ સેટ પહેર્યા હતો, તો વરરાજા કોણાર્કે વ્હાઈટ શેરવાની પહેરી હતી. બંનેની જોડી એકદમ સુંદર દેખાય રહી હતી. રિસેપ્શનમાં આવેલા બોલિવૂડના સેલેબ્સની એક ઝલક કિરણ રાવ તેના જમાઈ સાથે આવી હતી આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ કોણાર્ક ગોવારિકરના રિસેપ્શનમાં તેમના જમાઈ (આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા ખાનના પતિ) સાથે પહોંચી

હતી. આમિર ખાન અને અનુપમ ખેરની હાજરી વિદ્યા બાલન લાલ અને કાળા રંગની બનારસી સિલ્ક સાડીમાં આવી હતી. તેનો સિમ્પલ અંદાજ તેની ચમકી વધારી રહ્યો હતો. રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસોઝા દેશમુખ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. ફિલ્મ 'સ્વદેશ'ની લીડ એક્ટ્રેસ ગાયત્રી જોશી પણ રિસેપ્શનમાં જોવા મળી હતી. ગાયત્રી

તેના પતિ વિકાસ ઓબેરોય હાજર રહી હતી. સોનાલી બેન્દ્રે પતિ ગોલ્ડી બહલ સાથે રિસેપ્શનમાં આવી હતી. સોનાલી બેન્દ્રે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સિલ્વર સાડી પહેરી હતી. પૂજા હેગડે પીળી સિલ્ક બનારસી સાડીમાં ઇવેન્ટમાં હાજર રહી હતી. લગ્નની ઉજવણી 28 ફેબ્રુઆરીએ પરંપરાગત હલ્દી વિધિથી શરૂ થઈ હતી. 1 માર્ચના રોજ મ્યૂઝિકલ નાઈટ

હતી. આ બધા પ્રસંગોમાં પરિવાર અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો. લગ્ન સમારોહ ભવ્ય હતો, સુંદર સજાવટ અને ભવ્ય સ્થળ દંપતીની પ્રેમકથાને વધુ ખાસ બનાવતું હતું. પીએમ મોદીને પણ આપ્યું હતું આમંત્રણ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે વડાપ્રધાન મોદીને પણ લગ્નનું આમંત્રણ આપ્યું હતું. આ મુલાકાતમાં ડિરેક્ટરની પત્ની સુનિતા ગોવારિકર પણ તેમની સાથે જોવા મળી હતી.

Related Post