70 લાખ ગુજરાતીઓ ‘આધાર’ વિનાના!: દેશમાં 134 કરોડ કાર્ડધારકોમાંથી 85%એ આધાર અપડેટ કરાવ્યું છે

70 લાખ ગુજરાતીઓ ‘આધાર’ વિનાના!:દેશમાં 134 કરોડ કાર્ડધારકોમાંથી 85%એ આધાર અપડેટ કરાવ્યું છે
Email :

ગુજરાતમાં 70 લાખ લોકો પાસે આધાર કાર્ડ નથી. ઇન્ટરનેશનલ પોપ્યુલેશન સાયન્સ ઇન્સ્ટીટ્યુટના રિપોર્ટ મુજબ, માર્ચ 2025ની સ્થિતિએ ગુજરાતની વસતી7.32 કરોડ હોવાનું અનુમાન છે. આધાર સેન્ચ્યુરેશન રિપોર્ટ મુજબ, 28 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ રાજ્યમાં 6.62 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે. દેશમાં 141.32 કરોડની વસતીસામે 133.55 કરોડ લોકો પાસે આધારકાર્ડ છે, એટલે કે 7.77 કરોડ પાસે આધારકાર્ડ નથી. આધાર ડેશબોર્ડ મુજબ, ગુજરાતના 10 જિલ્લામાં વસતીકરતાં ઓછા પ્રમાણમાં આધારકાર્ડ છે. તેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 30%

લોકો પાસે આધારકાર્ડ નથી. આ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પંચમહાલ, વડોદરા, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, છોટા ઉદેપુર અને ભાવનગર તેમાં સામેલ છે. દેશમાં આધારકાર્ડ ધારકોમાંથી 85% એટલે કે 114 કરોડ લોકોએ આધાર અપડેટ પણ કરાવ્યું છે. 2009-10થી 2023-24 દરમિયાન દેશમાં આધારકાર્ડ પાછળ 17500 કરોડથી વધુ રૂપિયા ખર્ચ થયો છે. ગુજરાતમાં કુલ આધારકાર્ડ ધારકોમાં 47.62% મહિલાઓ છે. જ્યારે 52.38% પુરુષો છે. કુલ આધારકાર્ડ ધારકોમાંથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ 76.68%

છે. જ્યારે 5 વર્ષથી 18 વર્ષના બાળકોનું પ્રમાણ 20.44% છે. 5 વર્ષથી ઓછા બાળકોનું પ્રમાણ કુલ આધારકાર્ડ ધારકોમાં 2.88% જેટલું છે. મોટા ભાગના રાજ્યો અને દેશમાં પણ એકદંરે પુરુષો કરતાં મહિલાઓમાં આધારકાર્ડનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. નાગાલેન્ડમાં વસ્તીના પ્રમાણમાં માત્ર 62.31% લોકો પાસે આધારકાર્ડ છે. અરુણાચલમાં 79.01%, મેઘાલયમાં 80.50%, મણિપુરમાં 82.33%, સિક્કિમમાં 84.31% પાસે કાર્ડ છે. લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, ગુજરાત, એમપી, યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વસતિના પ્રમાણમાં ઓછા આધારકાર્ડ છે.

Leave a Reply

Related Post