તીનપત્તીનો જુગર રમતા ઝડપાયા: ચાંચકવડ રોડ પર જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, ₹17,080ની રોકડ જપ્ત

તીનપત્તીનો જુગર રમતા ઝડપાયા:ચાંચકવડ રોડ પર જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, ₹17,080ની રોકડ જપ્ત
Email :

ઉના શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ચાંચકવડ રોડ પર નર્સરી પાસે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડ રકમ રૂપિયા 17,080 જપ્ત કર્યા છે. જુનાગઢ રેન્જના IGP નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના SP મનોહરસિંહ જાડેજાની સૂચના

મુજબ, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડે આ કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે જયેશભાઈ મજેઠીયાના મકાન પાસે રેઇડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં સફરાજભાઈ કુરેશી (ઉ.વ.35), યુસુફભાઈ કચરા (ઉ.વ.49), રાકેશભાઈ મકવાણા (ઉ.વ.36), મહમદસિદ્દીક કુરેશી (ઉ.વ.31), જયેશભાઈ મજેઠીયા (ઉ.વ.37), સલીમભાઈ કાતરીયા (ઉ.વ.38) અને મેહબૂબભાઈ ચૌહાણ (ઉ.વ.36)નો સમાવેશ

થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ સફળ કાર્યવાહી PSI પી.જી. જોષી અને તેમની ટીમના સભ્યો એ.એસ.આઇ જોરૂભા મકવાણા, પો.હેડ કોન્સ. શાંતિલાલ સોલંકી સહિતના સ્ટાફની મદદથી પાર પાડી હતી. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવામાં મદદ મળશે.

Related Post