પોરબંદર-રાજકોટ હાઇવે પર અકસ્માત: બોલેરોએ છકડા રીક્ષાને ટક્કર મારતાં વરવાડા ગામના 7 લોકો ઘાયલ, ચાલક ફરાર

પોરબંદર-રાજકોટ હાઇવે પર અકસ્માત:બોલેરોએ છકડા રીક્ષાને ટક્કર મારતાં વરવાડા ગામના 7 લોકો ઘાયલ, ચાલક ફરાર
Email :

પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર ભોદ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી બોલેરો કારે છકડા રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી, જેમાં વરવાડા ગામના 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં રીક્ષા ચાલક લાખા દાના ઉલવા, ગોહેલ જય હરિશભાઈ,

અલ્પા હરિશ ગોહેલ, પરમાર આરતી, પ્રજ્ઞા ફરાણીયા, ગોહેલ બિંદીયા અને અક્ષિત ફરાણીયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોરબંદર ખરીદી માટે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહનચાલકોએ મદદ માટે વાહનો રોક્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને

જાણ કરવામાં આવી હતી, જે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Post