ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે અમદાવાદ આવશે: મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ સહિતના 90% નેતાઓ આજે આવી જશે; રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂર્ણ

ત્રણેય ગાંધી 8 એપ્રિલે સવારે અમદાવાદ આવશે:મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ સહિતના 90% નેતાઓ આજે આવી જશે; રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂર્ણ
Email :

8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી (7 એપ્રિલ, 2025) જ અમદાવાદમાં આગમન થશે. મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને અશોક

ગેહલોત સહિતના 90 ટકા CWCના સભ્યો આજે જ અમદાવાદ આવી પહોંચશે. તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવશે. બે દિવસ દરમિયાન યોજાનારા અલગ-અલગ કાર્યક્રમો માટેની તમામ

તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જાણો કોણ કેટલા વાગે આવશે

Leave a Reply

Related Post