Daily Horoscope: પોષ સુદ બારસ અને શનિવાર, શનિ પ્રદોષ પર તમારા રાશિનો ભવિષ્યજ્ઞાપન, જાણો આજે શું લાવશે તમારું દરેક પળ!

Daily Horoscope: પોષ સુદ બારસ અને શનિવાર, શનિ પ્રદોષ પર તમારા રાશિનો ભવિષ્યજ્ઞાપન, જાણો આજે શું લાવશે તમારું દરેક પળ!
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 પોષ સુદ બારસને શનિવાર, તેરસ ક્ષય તિથિ. શનિ પ્રદોષ

મેષ રાશિ

આપની કોઈપણ સમસ્યાને સૂલઝાવવાની બારી ખૂલતી જણાય, મનોબળ દૃઢ રાખજો.

વૃષભ રાશિ

નાણાકીય પરિસ્થિતિને તમે વધુ વણસતી અટકાવી શકશો, સામાજિક બાબત અંગે સાનુકૂળતા.

મિથુન રાશિ

આપની અશાંતિ કે ચિંતાના સંજોગો દૂર થતાં લાગે, પ્રયત્નોનું ફળ વિલંબમાં પડતું જણાય.

કર્ક રાશિ

લાગણી અને સેવાભાવનાથી તમે દિલ જીતીને કાર્ય સફળતા પ્રાપ્ત કરી શકશો.

સિંહ રાશિ

આપના વ્યવસાયિક યા અન્ય કામકાજો અંગે પ્રગતિકારક તક સર્જાય, કોઈ સાથે મતભેદ ન થાય તે જોજો.

કન્યા રાશિ

આપની અગત્યની કામગીરી કે જવાબદારીને પૂર્ણ કરવા કોઈ મદદ યા માર્ગ મળી આવે.

તુલા રાશિ

આપના નિર્ણયો સમજી વિચારીને લેવાથી આપ નુકસાનથી બચી શકશો, ગૃહવિવાદ ટાળજો.

વૃશ્ચિક રાશિ

સામાજિક અને ધંધા-નોકરી અંગેના પ્રશ્નો હલ કરવા અીાપને ઇંતેજાર કરવો પડે, ખર્ચ ટાળજો.

ધન રાશિ

લક્ષ ચૂકી ન જવાય તે માટે સજાગ રહીને પયત્નો કરજો, દલીલ યા વિવાદ અટકાવજો.

મકર રાશિ

આપની માનસિક સમસ્યાનો બોજો હળવો થતો જણાય, મિત્ર સ્વજનની મદદ ઉપયોગી બને.

કુંભ રાશિ

આત્મવિશ્વાસ અને વિવેકબુદ્ધિથી કામ લઈને આપ સફળતાની સીડી ચઢી શકશો.

મીન રાશિ

પ્રતિકૂળતાઓમાંથી બહાર નીકળીને રાહતનો દમ લઈ શકશો, આર્થિક સમસ્યા હલ થતી જણાય.

Leave a Reply

Related Post