સ્થાનિક બજારમાં તેજીનો માહોલ દેખાયો: નિફટી ફ્યુચર 24808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

સ્થાનિક બજારમાં તેજીનો માહોલ દેખાયો:નિફટી ફ્યુચર 24808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી
Email :

વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહેતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર 50% ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે

સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.56% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48% વધીને બંધ રહ્યા હતા. વિવિધ

સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4267 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1772 અને વધનારની સંખ્યા 2301 રહી હતી, 194 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં

મહિન્દ્રા મહિન્દ્રા 2.17%, નેસ્લે ઇન્ડિયા 1.65%, એચસીએલ ટેકનોલોજી 1.53%, ટાટા મોટર્સ 1.52%, આઈટીસી 1.49%, હિન્દુસ્તાન યુનીલીવર 1.41%, લાર્સેન લિ. 1.35%, ટેક મહિન્દ્ર 1.27% અને ઈન્ફોસીસ લિ. 1.02% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. 4.51%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.47%, પાવર ગ્રીડ કોર્પોરેશન 0.45%, સન ફાર્મા 0.45%, એનટીપીસી લિ. 0.32%, ટાટા સ્ટીલ 0.31%, કોટક બેન્ક 0.30% અને મારુતિ સુઝુકી 0.17% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25035 પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24880 પોઈન્ટના પ્રથમ અને 24808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25088 પોઈન્ટ થી 25133 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24808 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1463 ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1434 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1417 ના સ્ટોપલોસથી આ સ્ટોક

ટૂંકા સમયગાળે રૂ.1477 થી રૂ.1484 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1490 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ ભારત ફોર્જ ( 1250 ) :- રૂ.1227 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1208 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1264 થી રૂ.1270 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1580 ) :- કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ વેચવાલી થકી રૂ.1557 થી રૂ.1540 ના નીચા મથાળે

ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1620 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ સિપ્લા લિ. ( 1482 ) :- રૂ.1508 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1520 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1464 થી રૂ.1450 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1533 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું અર્થતંત્ર ૪ લાખ કરોડ ડોલરને વટાવી જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી

મોટું અર્થતંત્ર બની ગયું છે. હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એપ્રિલ 2025 રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં ભારતનો જીડીપી અંદાજીત 4187 અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી 4186 અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2024

સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે 2025 અને 2026માં ભારતનો વિકાસ દર અનુક્રમે 6.2% અને 6.3% રહી શકે છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર 6.3%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર 4.6%, અમેરિકાનું 1.6%, જાપાનનું 0.7% અને યુરોપનું 1% ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો 0.1%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.

Leave a Reply

Related Post