દિવસે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ: વડોદરામાં બેફામ કારચાલકે ચાર વાહનને અડફેટે લેતાં 3ને ઈજા; ટોળાએ ચાલકને મેથીપાક ચખાડ્યો; કારમાંથી બિયરનાં ટિન મળ્યાં

દિવસે પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ:વડોદરામાં બેફામ કારચાલકે ચાર વાહનને અડફેટે લેતાં 3ને ઈજા; ટોળાએ ચાલકને મેથીપાક ચખાડ્યો; કારમાંથી બિયરનાં ટિન મળ્યાં
Email :

વડોદરા શહેરના ગોત્રી ESI હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં પૂરપાટ આવતા હોન્ડા અમેઝ કારના ચાલકે એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતનાં ચાર જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલાં બે લોકો, જ્યુરે રિક્ષાચાલકને ઈજા પહોંચી છે. ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એકઠા થયેલા લોકોએ તેમને પકડી પાડ્યા હતાં. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યા હતા. કારની તપાસ કરતાં અંદરથી ત્રણ બિયરની ટિન મળ્યાં હતાં. આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચરઘાણ વળી

ગયો છે, તો એક્ટિવાને પણ ભારે નુકસાન થયું છે. રિક્ષા અને ટેમ્પોચાલક સ્થળ પરથી નીકળી ગયા હતા. કારચાલક કોઈની સાથે વાત કરતો હતો, એ સમયે લોકોએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો હતો. આ સાથે કારચાલક નશામાં ધુત હોવાનો પણ લોકોનો આક્ષેપ કર્યો છે. ગોત્રી પોલીસે બન્ને યુવકની અટકાયત કરીને તપાસ કરતા બન્ને નશામાં હોવાનું સામે આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. બંને આરોપીના નામ કારચાલક વિજય ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજિસ્ટર છે. બીજો આરોપી વ્રજ બારોટ મૂળ પેટલાદનો છે અને થોડા સમય પહેલાં

જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો છે. બંન્ને નશાની હાલતમાં હોવાનુ સામે આવતા બંનેની ગોત્રી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારી રિક્ષાને પહેલા જમણી બાજુ અને પછી ડાબી બાજુ ટક્કર મારીઃ ઇદરીશભાઈ વોરા આ મામલે અકસ્માતનો ભોગ બનેલા રિક્ષાચાલક ઇદરીશભાઈ વોરાએ જણાવ્યું કે, હું હરીનગરછી ગોત્રી તરફ આવી રહ્યો હતો, તે સમયે હરીનગર ચાર રસ્તાથી આગળ એક પાછળથી કાર આવી, જેણે પહેલા જમણી બાજુ ટક્કર મારી અને પછી ડાબી બાજુ ટક્કર મારી, બાદમાં આગળ જઈને બીજી એક ગાડીને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં

હું રિક્ષામાંથી નિચે પડી ગયો અને ઘસાતા હાથમાં બે બાજુ ઈજા પહોચી છે. લોકો કહી રહ્યાં હતા કે, તે પીધેલો હતો. તેણે અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. બન્નેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતોઃ લોકો ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે એક્ટિવાને ઉલાળીને બન્નેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં હાજર લોકોએ બંનેને પકડી પડ્યા હતા. કારમાંથી બિયરનાં ટિન પણ મળ્યાં છે. બંને પીધેલી હાલતમાં હતા. બન્ને ભાનમાં જ નથી. કારચાલકે મારા છોકરાને જ ટક્કર મારી છે. કારચાલક પીધેલી હાલતમાં હતોઃ ભોગ બનનાર અકસ્માતનો ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે

અમે બ્રિજ પાસે ઊભા હતા અને ફુલ સ્પીડે કારચાલક આવ્યો હતો અને અમારા એક્ટિવાને ઉલાળ્યું હતું. કારચાલક પીધેલી હાલતમાં હતો. અમારું આખું એક્ટિવા તૂટી ગયું છે. મને પીઠ અને કમરના ભાગે ઇજાઓ થઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહેતેને સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન છે. વિગતવાર માટે ક્લિક કરો.... SMCની કચરાની ગાડીએ વિદ્યાર્થીનો

ભોગ લીધો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો 24 મેની રાતે છાણીબ્રિજ પાસે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલા પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતાં કારમાંથી ખાખી વર્ધીમાં PSI પી.એસ.આઇ વાય. એચ. પઢિયાર જોવા મળ્યા હતા. PSI એટલી હદે નશામાં હતા કે તેમણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલ મળી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)

Leave a Reply

Related Post