સાહેબ મિટિંગમાં છે: અમદાવાદ ભાજપ કાર્યાલય નીચે પાર્ક થતી લાખોની કાર ચર્ચાનું કેન્દ્ર બની, સંગઠનમાં સ્થાન મેળવવા પૂર્વ કોર્પોરેટરના ભાજપ કાર્યાલય પર આંટાફેરા

સાહેબ મિટિંગમાં છે:અમદાવાદ ભાજપ કાર્યાલય નીચે પાર્ક થતી લાખોની કાર ચર્ચાનું કેન્દ્ર બની, સંગઠનમાં સ્થાન મેળવવા પૂર્વ કોર્પોરેટરના ભાજપ કાર્યાલય પર આંટાફેરા
Email :

ન્યુ ગુજરાતના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સંગઠનમાં સ્થાન મેળવવા પૂર્વ કોર્પોરેટરના ભાજપ કાર્યાલય પર આંટાફેરા વધ્યા ભાજપના નવા સંગઠનની નિમણૂકમાં શહેર અને તાલુકા પ્રમુખોથી લઈ વોર્ડના હોદ્દેદારોની નિમણૂક થઈ છે. પરંતુ અમદાવાદ શહેરમાં હજી માત્ર પ્રમુખની જાહેરાત થઈ છે બાકીના શહેર સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાકી છે. ત્યારે એક પૂર્વ કોર્પોરેટર ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે આંટાફેરા વધુ મારી રહ્યા છે. નવા પ્રમુખની સાથે અગાઉ કામ કરી ચૂકેલા પૂર્વ કોર્પોરેટર પ્રમુખ આવતાની સાથે જ દરરોજ ખાનપુર

કાર્યાલય ખાતે આવતા થઈ ગયા છે. નવા પ્રમુખ સંગઠનમાં તેમને સાથે રાખશે તેના માટે ઓફિસમાં આવીને બેસી જાય છે. પૂર્વ કોર્પોરેટર આજદિન સુધી સક્રિય નહોતા. જે વોર્ડના પ્રભારી છે તેમાં સંગઠનમાં ક્યાંય પણ બરાબર ચાલતું નથી ત્યાં ધ્યાન આપ્યું નથી અને હવે શહેર સંગઠનમાં સ્થાન મેળવવા માટે પ્રમુખની આસપાસ ફરી રહ્યા છે. ભાજપ કાર્યાલય નીચે પાર્ક થતી લાખોની કાર ચર્ચાનું કેન્દ્ર બની શહેર ભાજપ કાર્યાલય પર પાર્ક કરેલી એક ગાડી આજકાલ ખૂબ ચર્ચામાં છે. શ્રીમંત ગણાતા એવા લોકો પાસે હોય તેવી રૂ. 50 લાખથી વધુ કિંમતની આ ગાડી એક ભાજપના નેતાની છે. કાર્યાલયના ગેટ પાસે જ ગાડી પાર્ક

કરેલી હોય છે જેથી કોઈપણ વ્યક્તિ જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે ગાડી જોઈને અચરજ પામે છે કે, સાહેબ તો જોરદાર મોંઘી ગાડી વાપરે છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને છેલ્લા ત્રણ દિવસથી શહેર ભાજપ કાર્યાલય ખાતે રોજના અનેક નેતાઓને કાર્યકર્તાઓ આવી રહ્યા છે ત્યારે આ ગાડી જોઈને ખૂબ ચર્ચા જાગી છે. હાઈ પ્રોફાઈલ ગણાતા ધંધાદારીઓથી લઈ વેપારીઓ વાપરતા હોય તેવી ગાડી ભાજપ કાર્યાલય પર જોવા મળતા હવે નેતાજીઓ પણ આટલી મોંઘી ગાડી વાપરે છે તેને લઈ કાર્યકર્તાઓમાં ચર્ચા છે. ધારાસભ્યના PAના પિતાને સંગઠનમાં સ્થાન અપાતા કાર્યકર્તાઓમાં નારાજગીની ચર્ચા ભાજપમાં નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં નવનિયુક્ત

હોદ્દેદારો નીમવામાં આવ્યા છે. આ હોદ્દેદારોની નિમણૂકને લઈને ભાજપ સંગઠનમાં ક્યાંક ને ક્યાંક આંતરિક રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓથી લઈને સિનિયર અને નેતાઓમાં પણ નારાજગી છે. અમદાવાદમાં એક વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન એક કોર્પોરેટર નવનિયુક્ત હોદ્દેદારોની નિમણુકને લઈને નારાજ થયા હતા. નવનિયુક્ત હોદ્દેદારોમાં ભાજપના ધારાસભ્યના પીએ( પર્સનલ આસિસ્ટન્ટ)ના પિતાને હોદ્દો આપી દેવામાં આવતા પણ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. નવનિયુક્ત હોદ્દેદારોમાં પહેલાથી જ નારાજગી છે ત્યારે હવે આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠન કેવી રીતે આગળ વધશે તેને લઈને કાર્યકર્તાઓમાં ચર્ચા છે તિરંગા યાત્રામાં બે કોર્પોરેટર તિરંગા વગર જ ચાલ્યા! જમ્મુ કાશ્મીરના

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યારે ભારતીય સૈન્યના શોર્યને બિરદાવવા માટે દરેક વોર્ડમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી છે. જેમાં ધારાસભ્યો કોર્પોરેટરો અને સંગઠનના નેતાઓ જોડાયા હતા. અમદાવાદમાં એક વિધાનસભામાં યોજાયેલી તિરંગા યાત્રામાં બે કોર્પોરેટરોએ હાથમાં તિરંગો લીધા વિના જ ચાલવા લાગ્યા હતા યાત્રામાં તિરંગા વિના જ ચાલવાનું પસંદ કર્યું હતું. તિરંગાની શાન સાથે લોકો ભારત દેશના શૌર્યને બિરદાવા માટે યાત્રામાં જોડાયા હતા પરંતુ બે કોર્પોરેટરો હાથમાં તિરંગો લીધા વિના ધારાસભ્યની બાજુમાં ચાલતા હતા. આ જોઈને તમામ કાર્યકર્તાઓમાં પણ ભારે આશ્ચર્ય સાથે ચર્ચા કરતા હતા કે

બંને કોર્પોરેટરો ખાલી યાત્રામાં હાજરી પૂરતા જોડાયા છે. AMCના મેયર વધુ એક વાર મોડા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને રૂટ ઉપર રવિવારે સાંજે રાજ્યના બે મંત્રીઓ શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો સુરક્ષા વ્યવસ્થાને લઈને નિરીક્ષણ કરવા માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદના પ્રથમ નાગરિક મેયર દર વખતની જેમ રોડ શોના તૈયારીઓના નિરીક્ષણમાં પણ મોડા પહોંચ્યા હતા. બંને મંત્રીઓ અને તમામ હોદ્દેદારો સમયસર સ્થળ ઉપર હાજર થઈ ગયા હતા. પરંતુ મેયર મોડા આવ્યા હતા મોટાભાગે કાર્યક્રમોમાં મેયર મોડા પહોંચતા હોય છે. ત્યારે ફરી એકવાર તેઓ મોડા પહોંચતા ફરી મોડા પડ્યા તેવી ચર્ચા જાગી હતી.

Leave a Reply

Related Post