સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવાયો: નિફટી ફ્યુચર 24606 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવાયો:નિફટી ફ્યુચર 24606 પોઈન્ટ અતિ મહત્વની સપાટી
Email :

શેરબજારમાં સતત બે દિવસની તેજીને બ્રેક લગતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે તેમજ કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યું હતું તેમજ વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલ રોકાણ પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવતા સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારમાં ઘટાડાના મુખ્ય કારણોમાં રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલી,

નબળા ચોથા ત્રિમાસિક પરિણામો, વધતા યુ.એસ. ટ્રેઝરી યિલ્ડ્સ, વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અપેક્ષિત કરતા ઓછા ડિવિડેન્ડનો સમાવેશ થાય છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા યુરોપ માટે ટેરીફનો અમલ પાછો ઠેલતાં તથા વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.18% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.19% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા

મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4084 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1979 અને વધનારની સંખ્યા 1957 રહી હતી, 148 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 8 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24862 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24676 પોઈન્ટના પ્રથમ અને 24606 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24939 પોઈન્ટ થી 25008 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે

તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24606 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ ઓરબિન્દો ફાર્મા ( 1187 ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1203 થી રૂ.1218 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1133 નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!! ⦁ જેએસડબ્લ્યૂ સ્ટીલ ( 1015 ) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.970 નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1034 થી 1050 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! ⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1576 ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ

વેચવાલી થકી રૂ.1560 થી રૂ.1544 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1620 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( 1424 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1454 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1404 થી રૂ.1390 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ભારતીય શેરબજારની ભવિષ્યની દિશા દેશની આર્થિક નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. હાલની સ્થિતિમાં ભારતનું GDP વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ વધુ મજબૂત હોવાનું સ્પષ્ટ છે અને સરકાર દ્વારા કરવામાં આવતાં ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓથી

શેરબજારમાં લાંબા ગાળે સકારાત્મક વલણ રહે તેવી સંભાવના છે. મુખ્યત્વે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોએ ભારતીય કંપનીઓ માટે વિકાસની નવી તકો ઊભી કરી છે, જેના કારણે રોકાણકારોનું આકર્ષણ પણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર મધ્યમ થી લાંબા ગાળે સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે, જોકે ટૂંકા ગાળે વૈશ્વિક મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ, ક્રૂડ ઓઈલની કિંમત અને અમેરિકાની વ્યાજદરોમાં ફેરફાર જેવા તત્વો ચિંતાનું કારણ બની શકે છે. આ બધાની વચ્ચે ભારત સ્થિર વૃદ્ધિ દર્શાવતો દેશ બની રહ્યો છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને આકર્ષક બનાવે છે.

Leave a Reply

Related Post