ભાજપના આંતરિક વિખવાદ!: ઝાલોદ નગરપાલિકામાં ભાજપના 17માંથી 10 સભ્યો અપક્ષ સાથે મળી પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

ભાજપના આંતરિક વિખવાદ!:ઝાલોદ નગરપાલિકામાં ભાજપના 17માંથી 10 સભ્યો અપક્ષ સાથે મળી પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
Email :

ઝાલોદ નગરપાલિકામાં ભાજપના આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. પાલિકાના કુલ 28 સભ્યોમાંથી ભાજપના 17 સભ્યો છે, જેમાંથી 10 સભ્યોએ પક્ષ વિરુદ્ધ બળવો કર્યો હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નારાજ સભ્યોએ 8 અપક્ષ સભ્યો સાથે મળીને પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવાની તૈયારી કરી હોવાની શક્યતા છે. તેમણે

જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારને પત્ર લખ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલમાં ભાજપના આ 10 સભ્યો અને 8 અપક્ષ સભ્યોના મોબાઈલ ફોન બંધ છે તેમજ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ઝાલોદમાં ભાજપના ત્રણ જૂથો સક્રિય છે. ધારાસભ્ય મહેશ ભૂરીયા, પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારા અને પૂર્વ

જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાના નેતૃત્વમાં આ જૂથો કાર્યરત છે. જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયારે ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમને હજુ સુધી 10 સભ્યોનો પત્ર મળ્યો નથી. તેમણે ઉમેર્યું કે ભાજપ પાસે બહુમતી હોવાથી પ્રમુખ પદ ભાજપનું જ રહેશે. અપક્ષોએ સત્તાધારી પક્ષ સાથે રહેવું પડે તે સ્વાભાવિક છે.

Related Post