આણંદમાં 1047 બેઠકની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ: 18.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ

આણંદમાં 1047 બેઠકની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ:18.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઇપ્કોવાલા ઓડિટોરિયમનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ
Email :

આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્મિત અત્યાધુનિક ઇપ્કોવાલા ઓડિટોરિયમનું આજે શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કુલ 18.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ઓડિટોરિયમમાં રાજ્ય સરકારે 16 કરોડ અને ઇપ્કોવાલા દાતા પરિવારે 2.5 કરોડનું યોગદાન આપ્યું છે. 1047 બેઠક ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમનું

કુલ બાંધકામ 4931.43 ચોરસ મીટરમાં થયેલું છે, જેમાં 2512.57 ચોરસ મીટર પાર્કિંગનો વિસ્તાર પણ સામેલ છે. 100 ફૂટ × 30 ફૂટના વિશાળ સ્ટેજ સાથે આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ, LED સ્ક્રીન અને પુશબેક ખુરશીઓથી સજ્જ છે. ઓડિટોરિયમમાં 500 વ્યક્તિઓની ક્ષમતાવાળો બેન્કવેટ હોલ, કોન્ફરન્સ રૂમ, VIP રૂમ, 5 ગ્રીન

રૂમ અને 3 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે. સમગ્ર બિલ્ડિંગ વાતાનુકૂલિત છે અને આર્ટ ગેલેરી તથા આધુનિક ફાયર ફાઈટિંગ સિસ્ટમથી સજ્જ છે. બૃહદ ખેડા જિલ્લામાં આ પ્રકારની ક્ષમતા અને આધુનિક સુવિધાઓ ધરાવતું આ પ્રથમ ઓડિટોરિયમ છે, જે આણંદ, વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે.

Related Post