સુરતમાં નશા માટે પૈસા ન આપતા ચપ્પુ મારી સગીરની હત્યા: એકના એક દીકરાના મોતથી રોષે ભરાયેલા પરિવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, કાયદા-વ્યવસ્થા સામે સવાલો કર્યા

સુરતમાં નશા માટે પૈસા ન આપતા ચપ્પુ મારી સગીરની હત્યા:એકના એક દીકરાના મોતથી રોષે ભરાયેલા પરિવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, કાયદા-વ્યવસ્થા સામે સવાલો કર્યા
Email :

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 14 એપ્રિલની રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા 17 વર્ષીય રત્નકલાકાર પાસે નશાની હાલતમાં ફરતા વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી. પરંતુ રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી દીધી હતી. ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી. પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. આ સાથે પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવાની ફરજ પડી હતી.

મોડીરાત્રે 2 વાગ્યે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરિવારના એકના એક દીકરાની હત્યા મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આરોપીએ નશા માટે સગીર પાસે પૈસા માગ્યા હતાં ગત રાત્રિના પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ

શેરીમાંથી પસાર થતો હતો, તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. આ દરમિયાન પરેશે કહ્યું હતું કે, મારી પાસે ભાડાના 10 રૂપિયા છે, નશો કરવાના પૈસા નથી, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સારવારમાં સગીરનું મોત નીપજ્યું પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ દોડતો થઈ

ગયો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. સગીરની હત્યા બાદ રિક્ષાચાલકને ચપ્પુના બે ઘા માર્યા પરેશને ચપ્પુના ઘા માર્યા બાદ આરોપીએ ચોકમાં જઈને ત્યાં ઊભેલા રિક્ષાચાલક ધીરેન્દ્રને થોડી દુર સુધી મુકી જવા કહ્યું હતું. જેમાં ધીરેન્દ્રએ પત્નીનો ફોન આવ્યો હોવાથી શાકભાજી લઈને ઘરે જવું તેવું કહેતાની સાથે આરોપી પ્રભુએ ધીરેન્દ્રને પણ ખભા અને સાથળના ભાગે બે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. હાલમાં ધીરેન્દ્રની હાલત પણ ખરાબ છે અને સારવાર ચાલી રહી છે. આરોપી સગીરની હત્યા પહેલાં આગળ કોઈક જોડે ઝઘડો કરીને આવ્યો હતો. મોડી રાતે 2 વાગ્યે

મામલો થાળે પડ્યો રાત્રે પરેશના પરિવારજનો સાથે સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો. 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનના રસ્તાને બંધ કરીને ન્યાયની માંગણી કરી હતી. મૃતકના પરિવારજનોએ આરોપીને રસ્તા વચ્ચે જાહેરમાં છૂટો મૂકી દો, તેમને ફાંસી આપો, અમને ન્યાય અપાવો તેવા નારાઓ લગાવ્યાં હતા અને આખા પોલીસ સ્ટેશન મથકને માથે લીધું હતું. પોલીસ મથકના દરવાજાને લોક કરી દેવાનો વારો પણ આવ્યો હતો. સ્થિતિ અંગ થઈ જતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. આ સાથે જ વરાછા પુણા સરથાણા સારોલી પોલીસ

સ્ટેશનના સ્ટાફને પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું કહી સમજાવવામાં આવતા રાત્રે 2 વાગ્યા આસપાસ મામલો થાળે પડ્યો હતો. આરોપીએ પોલીસે સામે કબુલાત કરી પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટી (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)ની ધરપકડ કરી કરી હતી. કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કબુલાત આપી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો, તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ આગળ જતા એક રિક્ષાચાલકને આગળ સુધી મૂકી જવા કહેતા તેને

પણ ઇનકાર કરતા તેને પણ ચપ્પુના બે ઘા મારી દીધા હતા. આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી. અમારા છોકરા સાથે થયું તે તની સાથે થવું જોઈએઃ ગીતાબેન ગીતાબેન વાઘેલા (મૃતક કિશોરના મોટા મમ્મી)એ જણાવ્યું હતું કે, આ બહેન અને ભાઈ બંને ઘરે કારખાનેથી પરત ફરી રહ્યા હતા. બહેન થોડી આગળ નીકળી ગઈ હતી અને ભાઈ પાછળ આવી રહ્યો હતો. આગળથી મોટી શેરીમાંથી આરોપી કોઈની સાથે ઝઘડો અને ચપ્પુ મારીને આવ્યો અને વચ્ચે આ પરેશ આવતા તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ મારનાર 24 કલાક ત્યાંજ

બેસી રહેતો અને બહેનો-દીકરીઓને પણ ત્યાંથી નીકળી શકાતું ન હતું. અમારી એટલી જ માંગ છે કે અમારા છોકરા સાથે જે થયું છે તે તેની સાથે થવું જોઈએ. આસપાસ દારૂના અડ્ડાઓ પણ ચાલે છેઃ હિતેશ જાસોલિયા હિતેશ જાસોલિયા (સ્થાનિક)એ જણાવ્યું હતું કે, થોડા સમયથી કાયદો વ્યવસ્થા કથળી રહી છે. દારૂ-ડ્રગ્સના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ભાઈ-બહેન કારખાનેથી પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આરોપી દારૂ પીને ઉભો હતો અને કિશોર પાસેથી નજીવા રૂપિયા 20 કે 50ની માગ કરે છે. જોકે તેની પાસે રૂપિયા ન હોવાથી આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી દારૂનો

નશા કર્યા પછી આરોપીએ કિશોરની હત્યા કરી હતી. અહીં જમાદાર લોકો એકઠા થયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ પરિવાર સાથે જ બન્યું તે અન્ય કોઈની સાથે ન બનવું જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, દારૂના અને ડ્રગ્સના નશાઓ આ વિસ્તારમાં ઘણા કરી રહ્યા છે. જે જગ્યા પર આ ઘટના બની છે તેની આસપાસ દારૂના અડ્ડાઓ પણ ચાલી જ રહ્યા છે. જેથી પોલીસ તંત્રને એટલી જ વિનંતી છે કે, આવી ઘટનાઓ આજે નહીં પણ ભવિષ્યમાં પણ ન બનવી જોઈએ. આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ.

Leave a Reply

Related Post