બોગસ તબીબની ધરપકડ: સિધ્ધપુરના ખડીયાસણમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો શખ્સ ઝડપાયો, ₹8000નો મુદ્દામાલ જપ્ત

બોગસ તબીબની ધરપકડ:સિધ્ધપુરના ખડીયાસણમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો શખ્સ ઝડપાયો, ₹8000નો મુદ્દામાલ જપ્ત
Email :

પાટણ એસઓજી પોલીસે સિધ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી સબ્બીર અલી યુનુસ ધાગા (રહે. રસુલપુર) કોઈપણ મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ સર્ટિફિકેટ વગર ગામ પંચાયતની બાજુમાં દવાખાનું ચલાવતો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઈન્જેક્શન અને

એલોપેથિક દવાઓ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹7,931.17નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ માટે કેસ કાકોશી પોલીસને સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં જ રાધનપુરથી પકડાયેલા બોગસ તબીબો બાળ તસ્કરીમાં

પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક બોગસ તબીબો કાર્યરત છે, જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને મોટી કમાણી કરી રહ્યા છે. આ સ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બોગસ તબીબો સામે પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

Related Post