પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી, CCTV: અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત, ત્રણને ગંભીર ઈજા

પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી, CCTV:અમદાવાદ-ઇન્દોર હાઇવે પરના અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા યુવકનું મોત, ત્રણને ગંભીર ઈજા
Email :

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર કણભાના ચાંદીઅલ ગામ પાસે 1 જૂનના રોજ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઈકચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠલા એક યુવકનું મોત છે, જ્યારે ત્રણ યુવક ઇજાગ્રસ્ત થયા હતા. યુવકો મિત્રની આઇસક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા. કાર બેઠેલી ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કારચાલક બેભાન અવસ્થામાં મળ્યો

હતો. કણભા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કારમાં સવાર યુવકો ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા મધ્યપ્રદેશમાં રહેતો અજય રાજપૂત નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અજયના મિત્ર પુષ્પક યાદવની અમદાવાદના સેટેલાઇટમાં આવેલી આઇસ્ક્રીમની દુકાનનું ઉદ્ધાટન હોવાથી અજય, પુષ્પક, રજ્જુ ગૌડ અને રાહુલ રાજપૂત સહિત ચાર મિત્ર ઇન્દોર મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. જેમાં પુષ્પક કાર ચલાવતો હતો. 1 જૂનની વહેલી સવારે તેઓ ઇન્દોરથી નીકળ્યા હતા. બપોરના

સમયે ઇન્દોર અમદાવાદ હાઇવે પર પહોંચતાં કણભામાં ચાંદીઅલ ગામ પાસે પુષ્પકે કાર પૂરઝડપે ચલાવીને ટ્રકની પાછળ કાર ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં અજય, રાહુલ અને પુષ્પકને ઇજા પહોંચી હતી, જ્યારે પાછળ બેઠલા રજ્જુ ગૌડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્રણેય ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બાઇકને અડફેટે લઈ કાર ટ્રકમાં ઘૂસી અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પૂરઝડપે આવી રહેલી કારે એક બાઈકચાલકને અડફેટે

લીધો હતો, જે બાદ કાર ટ્રકમાં પાછળ ઘૂસી ગઈ હતી. કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢ્યા હતા. કારચાલક પુષ્પક સામે કણભા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જોકે કારચાલક પુષ્પકને ગંભીર ઇજા થઈ હોવાથી હજુ બેભાન અવસ્થામાં છે. 31 મે, 2025: નશામાં ધૂત પોલીસકર્મીએ 3ને ઉડાવ્યા, લોકોએ મેથીપાક ચખાડ્યો 31 મે, 2025ની રાતે રાણીપમાં માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. બકરામંડી પાસે પાંચથી વધુ

વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવારમાં સિવિલમાં દાખલ કરાયા હતા, જેમાંથી એક ગંભીર છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા આરોપીઓનું લિસ્ટ બનાવી કાર્યવાહી કરવાની વાતો વચ્ચે હવે પોલીસકર્મીઓ જ દારૂના નશામાં બેફામ ફરી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વાંચો વિગતવાર.... અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ 3ને ઉડાવ્યા, લોકોએ મેથીપાક ચખાડ્યો 24 મે, 2025: વડોદરામાં PSIએ નશામાં 3 વાહનને અડફેટે લીધા વડોદરાના

છાણીબ્રિજ પાસે રાતના કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલા પોલીસકર્મીને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતાં કારમાંથી ખાખી વર્દીમાં PSI પી.એસ.આઇ વાય. એચ. પઢિયાર જોવા મળ્યા હતા. PSI એટલી હદે નશામાં હતા કે તેમણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી

ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલ મળી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદ પોલીસના બે કર્મીએ આરોપીને બેફામ માર માર્યો અમદાવાદ શહેરમાં ખાખીને લાંછન લગાડતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના હીરાભાઈ માર્કેટ દીવાન બલ્લુભાઈ રોડ પર બે પોલીસકર્મીએ એક યુવકને દંડાથી બર્બરતાપૂર્વક માર માર્યો હતો. બાદમાં યુવકને ધક્કો મારીને નીચે પછાડી પેટના ભાગે લાતો મારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના

જ્યાં બની ત્યાં એક પીસીઆર વેન પણ જોવા મળી રહી છે. જેના પર કાયદો પાલન કરાવવાની જવાબદારી છે એ જ હવે કાયદો તોડી ગુનેગારો બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા આઠ દિવસમાં ખાખીને કલંકિત કરતી ચાર ઘટના સામે આવી છે. તેઓ પ્રજાના રક્ષક નહીં પણ ભક્ષક હોય એવું લાગી રહ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 30 મે, 2025: અમરેલી અને બાબરના પોલીસકર્મી પર રેપનો ગુનો નોંધાયો 30 મેના રોજ બાબરા પોલીસ સ્ટેશનમાં

ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરાએ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 4 મહિનાથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના પર શારીરિક અડપલાં કરીને શારીરિક સંબંધ બાંધતો હતો. આ ઉપરાંત અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોલીસકર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી નામના પોલીસકર્મચારીએ લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

Leave a Reply

Related Post