કેનેડામાં SUVએ અનેક લોકોને કચડ્યા: વાનકુવરમાં એક ફેસ્ટિવલમાં કાર પૂરઝડપે આવી ને ભીડ પર ફરી વળી, રસ્તા પર લાશોનો ઢગલો; કારચાલક અરેસ્ટ

કેનેડામાં SUVએ અનેક લોકોને કચડ્યા:વાનકુવરમાં એક ફેસ્ટિવલમાં કાર પૂરઝડપે આવી ને ભીડ પર ફરી વળી, રસ્તા પર લાશોનો ઢગલો; કારચાલક અરેસ્ટ
Email :

કેનેડાના વાનકુવર શહેરમાં શનિવારે રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં, એક ઉત્સવ દરમિયાન, પુરપાટ ઝડપે આવતી એક કાર ભીડમાં ઘુસી ગઈ અને અનેક લોકોને કચડી નાંખ્યા, જેમાં ઘણા લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા હતા. આ માહિતી વાનકુવર પોલીસે આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું, જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ અમે વધુ માહિતી જણાવીશું. અકસ્માત

બાદ, વાનકુવરના મેયર કેન સિમે આ ઘટના પર ભારે દુ:ખ વ્યક્ત કર્યુ. આ અકસ્માત ફિલિપાઇન્સના વારસા અને સંસ્કૃતિની ઉજવણી માટે યોજાયેલા લેપુ લેપુ ડે ફેસ્ટિવલ દરમિયાન થયો હતો. મેયરે શોક વ્યક્ત કર્યો હતો મેયર સિમે જણાવ્યું હતું કે વાનકુવર પોલીસે પુષ્ટિ કરી છે કે આ દુ:ખદ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું, "અકસ્માતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે

અમારી સંવેદના છે. અમારી સંવેદનાઓ વાનકુવરના લોકો અને ફિલિપિનો સમુદાય સાથે છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ. અનેક લોકોના મોત થયા અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, પોલીસ હજુ સુધી વાનકુવરમાં થયેલા અકસ્માતમાં મૃત્યુઆંકની ચોક્કસ પુષ્ટિ કરી શકી નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા ઘણા વીડિયોમાં રસ્તા પર મૃતદેહો પડેલા દેખાય છે. જોકે, વાનકુવર પોલીસે પુષ્ટિ કરી છે કે અનેક લોકો માર્યા ગયા છે.

Related Post