પત્ની-બાળકોને મળી પરત આવતા યુવકની હત્યા: અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવી, અજાણ્યા હત્યારાની શોધખોળ શરૂ

પત્ની-બાળકોને મળી પરત આવતા યુવકની હત્યા:અમદાવાદના કેડીલા બ્રિજ પાસેથી ગળુ કપાયેલી હાલતમાં લાશ મળી આવી, અજાણ્યા હત્યારાની શોધખોળ શરૂ
Email :

અમદાવાદમાં નરોડા પાટીયા વિસ્તારમાં રહેતા અજીજખાન પઠાણ પત્ની સાથેના સંબંધોમાં સુખદ સમાધાન બાદ ફરીથી લગ્ન કરવા તૈયાર થયા હતા, પરંતુ આ ખુશીના સમય પહેલાં જ એક કરુણ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. પત્ની અને બાળકોને મળીને પરત ફરી રહેલા અજીજખાનને રસ્તામાં જ અજાણ્યા શખસ દ્વારા ઘાતકી રીતે રહેંસી હત્યા કરી નાખવામાં આવી છે. હાલ ઈસનપુસ પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ સાજીદ પઠાણે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. કેડિલાબ્રિજ પાસે અજીજખાનને ઘાતકી રીતે રહેંસી નાખ્યો મળતી માહિતી મુજબ અજીજખાનના લગ્ન પછી પત્ની કરીશ્માબાનુ સાથે ઝઘડો થયો હતો અને ત્રણ વર્ષ પહેલા છુટાછેડા

લીધા હતા. કરીશ્માબાનુ વટવા ખાતે ભાડાના મકાનમાં રહેતી હતી, જ્યાં રાજુ સિંધી પણ રહેતો હતો. થોડા સમય પહેલા અજીજખાનના માતા સાબેરાબીબીનું અવસાન થતા કરીશ્માબાનુ તેના ભૂતપૂર્વ પતિના ઘરે આવી હતી. કુટુંબના સભ્યોએ કરીશ્માને ફરીથી સાથે રહેવા માટે સમાધાન કરાવ્યું હતું અને રમઝાન માસ પછી લગ્નની તૈયારી ચાલી રહી હતી. જોકે, ગઇકાલે રાત્રે અજીજખાન તેની ભૂતપૂર્વ પત્નિ અને બાળકોને કપડા અને 6 હજાર રૂપિયા આપવા વટવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે કેડિલાબ્રિજ પાસે તેને કોઈએ ઘાતકી રીતે રહેંસી નાખ્યો હતો. અજીજખાનની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

મૃતકના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા અજીજખાનના લગ્ન વર્ષ 2009માં કરીશ્માબાનુ સાથે સામાજીક રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ અજીજખાન પત્ની કરીશ્મા સાથે નરોડા ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. અજીજખાનને સંતાનોમાં ત્રણ બાળકો છે, જેમાં મોટી દીકરી રેહાનાબાનુ, દીકરા અલ્તમસ અને અર્ષ છે. ત્રણ વર્ષ પહેલા અજીજખાન અને કરીશ્મા વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે બંનેએ છુટાછેડા લીધા હતા. છુટાછેડા બાદ અજીજખાન ભાઇ સાબીર સાથે રહેતો હતો જ્યારે કરીશ્માબાનુ બાળકો સાથે વટવા ખાતે આવેલી જીયા મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહેતી હતી. કરીશ્માબાનુ સાથે નરોડા ખાતે રહેતા રાજુ સિન્ધી પણ રહેતો હતો. રાજુ સિંધી એ

કરિશ્માબાનુ સાથે અલગ રહેવા માટે ગયો ત્યારે તેણે 50 હજાર રૂપિયાની ઘરવખરીનો સામાન અપાયો હતો. જ્યારે રાજુ અને કરિશ્મા અલગ થયા ત્યારે તેણે 50 હજાર રૂપિયા માંગી લીધા હતા. સાબીરખાને તેને 50 હજાર રૂપિયા આપી દીધા હતા અને સંબંધ પૂરો કરી દીધો હતો. પરિવારે સમાધાન કરાવતાં પતિ-પત્ની ફરીથી સાથે રહેવાના હતા અજીજખાન સહિત કુટુંબના સભ્યોએ કરીશ્માબાનુને ફરીથી સાથે રહેવાનું કહ્યુ હતું, જેથી તે પણ ફરીથી પતિ અને પરિવાર સાથે રહેવા રાજી થઈ ગઈ હતી. રમઝાન બાદ અજીજખાન અને કરીશ્માબાનુના નિકાહ કરવાનું પણ નક્કી થયું હતું. પત્ની સાથે સમાધાન થઈ જતાં અજીજખાન પત્ની અને બાળકોને

મળવા માટે નરોડાથી બાઈક લઈને વટવા જઈ રહ્યો હતો. વટવા જઈને પત્ની અને બાળકો સાથે સમય વીતાવી ઘરખર્ચના પૈસા અને નવા ખરીદેલા કપડા આપીને રાતે 11 વાગ્યાની આસપાસ નરોડા જવા માટે નીકળ્યો હતો. જોકે, તે ઘરે પહોંચ્યો નહોતો. કેડિલા બ્રિજ પાસે લોહીલુહાણ લાશ પડી હતી આ દરમિયાન મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ ગેરેજનું કામ કરતો સલમાન સાબીરખાનના ઘરે આવ્યો ને કહેવા લાગ્યો કે, અજીજખાન મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અને તેઓએ કેડિલાબ્રિજ પાસે આવવાનું કહ્યું છે. સાબીરખાન તુરંત જ પોતાનું બાઈક લઈને કેડિલાબ્રિજ પહોંચી ગયા હતા, જ્યાં પોલીસની ગાડીઓ ઊભી હતી. પોલીસ પાસે

જઈને સાબીરખાને જોયું તો ત્યાં અજીજની બાઈક પડી હતી અને ત્યાંથી થોડી આગળ અજીજની લાશ પણ લોહીલુહાણ હાલતમાં પડી હતી. મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી અજીજ ખાનનું ગળું અડધુ કપાયેલી હાલતમાં હતું. આ દૃશ્ય જોઈને અજીજખાનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળથી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી અને અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આરોપીના મૂળ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યા કોણે અને કેવી રીતે કરી? તેની તપાસ માટે પોલીસે CCTV ચેક કરી તપાસ હાથ ધરી છે. આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે.

Related Post