દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: કોરોનાથી અમદાવાદમાં એક યુવતીનું મોત ,સાંસદ રામ મોકરિયાએ ખોલી તોલમાપ ખાતાની પોલ, પેટાચૂંટણી પહેલા ગરમાયો રાજકીય માહોલ

દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી:કોરોનાથી અમદાવાદમાં એક યુવતીનું મોત ,સાંસદ રામ મોકરિયાએ ખોલી તોલમાપ ખાતાની પોલ, પેટાચૂંટણી પહેલા ગરમાયો રાજકીય માહોલ
Email :

કોરોનાથી 29 વર્ષીય યુવતીનું મોત કોરોનાથી આજે અમદાવાદની 29 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું. કોરોનાથી અત્યાર સુધી 3નાં મોત થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં હાલ 461 એક્ટિવ કેસ છે.જેમાં 20 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બાકીના હોમ આઈસોલેશનમાં છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેટાચૂંટણી પહેલા ગરમાયો રાજકીય માહોલ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા આપ અને ભાજપના ઉમેદવારો વચ્ચે વાક્યુદ્ધ શરુ.ઈટાલિયાએ કહ્યું, અહીં દારૂ મળે, પણ ખાતર

નહીં; કિરીટ પટેલનો જવાબ- 'ઝેર પી લઈશ, પણ ખેડૂતનો રૂપિયો નહીં લઉં' આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત નાયકે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે હિંમતસિંહ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો પોસ્ટ કરી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું.અમિત નાયકે કહ્યું કે પ્રદેશનું નેતૃત્વ ધૃતરાષ્ટ્ર જેવું છે.પક્ષના કાર્યકર્તા સામે પક્ષના અન્ય કાર્યકરો નેતાના ઇશારે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

રામ મોકરિયાએ ખોલી તોલમાપ ખાતાની પોલ સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. વેપારીએ તોલમાપ વિભાગના અધિકારીએ 25000નો તોડ કર્યાની ફરિયાદ સાંસદને કરી.સાંસદે ફોન કરતા અધિકારીએ 10 જ મિનિટમાં 25000 રુ પાછા આપી દીધા. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો ચકરાવે રાજકોટ લોકમેળાના સ્થળને લઈને વિવાદ વકર્યો છે. MLA દર્શિતા શાહે અટલ સરોવર પાસે મેળો યોજવા માગ કરી. તો સામાજિક

આગેવાને કહ્યું- 'ગરીબ અને મધ્યમવર્ગના લોકો અહી લૂંટાશે' આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાઈક સાથે ખુલ્લી ગટરમાં પડતા યુવકનું મોત સુરતના હજીરામાં ખુલ્લી ગટરમાં ખાબકતા ફૂડ ડિલીવરી બોયનું મોત નીપજ્યું... મૃતકના પરિવારજનોએ એસએમસીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકની અડેટે ત્રણ વર્ષીય બાળકીનું મોત ગોધરાના પરવડી ત્રણ રસ્તા પર ટ્રકની અડફેટે ત્રણ વર્ષની બાળકીનું મોત

નીપજ્યું. બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા બાળકી ફંગોળાઈને ટ્રકની નીચે આવી ગઈ.જ્યારે પિતા અને પિતરાઈ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રથયાત્રા પહેલા તૈયારીઓનો ધમધમાટ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા તૈયારીઓનો ધમધમાટ.. 11 જૂને જળયાત્રા યોજાશે. આ પહેલા ભગવાનના રથના રંગરોગાનનું કામ પૂર્ણ થયું. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20 એકરમાં બનાવાશે 'સિંદૂર વન' ભૂજમાં ઓપરેશન સિંદૂરના સન્માનમાં 20

એકરમાં સિંદૂર વન બનાવવામાં આવશે. આ વનમાં પ્રવાસીઓને S-400, આઈએનએસ વિક્રાંત, રાફેલ વગેરેની રેપ્લિકા જોવા મળશે. નેવી, એરફોર્સ, બીએસએફના સેક્શન પણ આ વનમાં હશે આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી.. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વલસાડ,નવસારી, સુરતમાં ભારે વરસાદ પડશે.તો અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

Leave a Reply

Related Post