આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે તેની એક્સ વાઈફના ઘરે પહોંચ્યો: પુત્ર જુનૈદ પણ સાથે જોવા મળ્યો, યુઝરે ટ્રોલ કરતા કહ્યુ- 'શર્મ આવવી જોઈએ'

આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે તેની એક્સ વાઈફના ઘરે પહોંચ્યો:પુત્ર જુનૈદ પણ સાથે જોવા મળ્યો, યુઝરે ટ્રોલ કરતા કહ્યુ- 'શર્મ આવવી જોઈએ'
Email :

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન તાજેતરમાં જ તેની એક્સ પત્ની કિરણ રાવના ઘરે નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પહોંચ્યો હતો. બંનેને સાથે ઘરની અંદર પ્રવેશતા અને પછી થોડીવાર રહીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, ગૌરી સ્પ્રેટનો ચહેરો સ્પષ્ટ કેદ થયો નહોતો, કારણ કે એક્ટરની ટીમ સતત તેને કવર કરી રહી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આમિર

ખાન કિરણ રાવના ઘરેથી તેમની કાર તરફ બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. તે કારનો દરવાજો ખુલ્લો રાખીને લાંબા સમય સુધી ત્યાં ઊભો રહે છે. થોડી વાર પછી, તે કારની પાછળની સીટ પર બેસે છે અને તેનો પુત્ર જુનૈદ આગળની સીટ પર બેસે છે. ગૌરી પણ ઝડપથી કારની પાછળની સીટ પર બેસે છે. જ્યારે ગૌરી કારમાં આવી ત્યારે આમિરની ટીમે

તેને સંપૂર્ણપણે કવર આપતી હતી. ઘરમાં પ્રવેશતા સમયે પણ ગૌરીનો ચહેરો દેખાતો નહોતો. આમિર ખાન અને ગૌરીનો આ વીડિયો સામે આવતાની સાથે જ તેઓ ટ્રોલ થયાં હતાં. લોકોને આમિર અને ગૌરી સાથે તેના દીકરા જુનૈદની હાજરી પસંદ ન આવી. યુઝર્સ આમિરની ખૂબ જ ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આમિર ખાન, અબ તો રુક જાએ.' બીજા યુઝરે કોમેન્ટ કરી-

'ક્યા અનોખા પરિવાર હૈ.' અન્ય એક યુઝરે કહ્યુ- 'શર્મ આની ચાહિએ અપને બેટે કે સાથ ગર્લફ્રેન્ડ કો લેકર ધૂમ રહે હૈ.' આ વીડિયો પર આવી ઘણી બધી કોમેન્ટ આવી હતી. હાથોમાં હાથ નાખીને મકાઉ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી મારી હતી આમિર ખાન તાજેતરમાં તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મકાઉ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં જોવા મળ્યો હતો. એક્ટરે મકાઉ ફિલ્મ ફેસ્ટિવલમાં ગર્લફ્રેન્ડના હાથોમાં હાથ

નાખી એન્ટ્રી મારી હતી. આ દરમિયાન, આમિરે બ્લેક કુર્તા-પાયજામા અને બ્લેક-ગોલ્ડન શાલથી લુક પૂર્ણ કર્યો હતો, જ્યારે ગૌરી સ્પ્રેટે ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરી હતી. ગૌરીની સાદગીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આમિર ખાન રેડ કાર્પેટ પર તેની ગર્લફ્રેન્ડ સાથે પાપારાઝીને પોઝ આપે છે. એક વીડિયોમાં બંને દિલ બનાવી પોઝ આપતા જોવા મળ્યાં હતાં તો બીજા વીડિયોમાં

ગૌરી સતત આમિર તરફ પ્રેમથી જોઈ રહી છે. આમિર-ગૌરીની ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો જુઓ- 14 માર્ચે આમિર ખાને મીડિયા સાથે પોતાનો 60મો જન્મદિવસ ઊજવ્યો. આ સમય દરમિયાન, તેણે ગૌરીનો પરિચય મીડિયા સાથે કરાવ્યો અને રિલેશનશિપની સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. જોકે, આ સમયે આમિરે મીડિયાને ગૌરીનો ફોટો ક્લિક ન કરવા વિનંતી કરી હતી. જાણો, કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી-

Leave a Reply

Related Post