'મને હંમેશાં એક વાતનો અફસોસ રહેશે…!': આમિરને વીતેલા દિવસો યાદ આવ્યા, કહ્યું- ફિલ્મી કરિયર 'હિટ', પણ પારિવારિક સંબંધમાં 'ફ્લોપ'

'મને હંમેશાં એક વાતનો અફસોસ રહેશે…!':આમિરને વીતેલા દિવસો યાદ આવ્યા, કહ્યું- ફિલ્મી કરિયર 'હિટ', પણ પારિવારિક સંબંધમાં 'ફ્લોપ'
Email :

બોલિવૂડ એક્ટર આમિર ખાન આજકાલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ એક્ટરે મીડિયા સમક્ષ પોતાની લેડી લવનો પરિચય કરાવ્યો અને ત્યારથી આમિર અને ગૌરી હેડલાઈન્સમાં રહે છે. એવામાં આમિરે હવે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને તેના જીવનમાં એક વાતનો વસવસો રહી ગયો છે, જેના વિશે પહેલીવાર આમિરે વાત કરી અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. આમિરને જીવનમાં કઈ વાતનો અફસોસ છે? તાજેતરમાં આમિર ખાને ઇન્સ્ટન્ટ બોલિવૂડને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં આમિરે ઘણી વાતો શેર કરી. આ દરમિયાન એક્ટરે એ પણ જણાવ્યું કે મારી કારકિર્દી ખૂબ સારી રહી છે અને મારો

પરિવાર પણ એટલો જ સુંદર છે, પરંતુ મને જીવનમાં ફક્ત એક જ વાતનો અફસોસ રહેશે કે મારા એક્ટિંગ કરિયરના 35 વર્ષમાંથી 30-31 વર્ષ એવાં હતાં જ્યારે હું ફિલ્મોમાં ખૂબ ખોવાઈ ગયો હતો. 'હું પર્સનલ રિલેશનને વધારે મહત્ત્વ આપતો નહોતો' આમિરે કહ્યું, હવે મને લાગી રહ્યું છે કે મેં મારા પર્સનલ રિલેશનને પાછળ છોડી માત્ર કરિયર પર જ ધ્યાન આપ્યું. હવે મને એ સમજાય રહ્યું છે કે હું મારા પરિવારને ઘણું બધું આપી શક્યો હોત, પણ આપી નથી શક્યો કે મારું ધ્યાન ન રહ્યું. મારે એ નહોતું કરવું જોઈતું, આ વાતનો મને હંમેશાં અફસોસ રહેશે. આગળ એક્ટરે

કહ્યું- મારાં બાળકો (આયરા અને જુનૈદ) જ્યારે તેઓ નાનાં હતાં ત્યારે તેમની સાથે જે સમય વિતાવી શક્યો હતો, હું એ વીતેલા દિવસો ક્યારેય પાછા નહીં લાવી શકું એ વાતનો અફસોસ છે. 'હું બાળકો સાથે ઘણો સમય વિતાવું છું' આમિરે આગળ કહ્યું હતું કે હવે હું મારાં બાળકો સાથે ઘણો સમય વિતાવું છું, એક્ટરે મજાકમાં કહ્યું કે હવે તો તેઓ પણ મારાથી પરેશાન થઈ ગયાં છે. હવે હું મારા અંગત સંબંધો (મારી માતા, કિરણ, રીના, મિત્રો) માટે ઘણો સમય ફાળવું છું અને હું છેલ્લાં ત્રણ વર્ષથી આ કરી રહ્યો છું. કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી?

Leave a Reply

Related Post