'સિતારે જમીન પર'માં આમિરનો અલગ અંદાજ દેખાશે: 'તારે જમીન પર' ફિલ્મની સિક્વલમાં એક્ટર તોછડાં બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવશે

'સિતારે જમીન પર'માં આમિરનો અલગ અંદાજ દેખાશે:'તારે જમીન પર' ફિલ્મની સિક્વલમાં એક્ટર તોછડાં બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવશે
Email :

આમિર ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'સિતારે જમીન પર'માં જોવા મળશે. તે પોતાની નવી ફિલ્મમાં એકદમ નવા અંદાજમાં જોવા મળશે. તાજેતરમાં જ આમિર ચીન સ્થિત એક ફેન ક્લબ સાથે વર્ચ્યુઅલી જોડાયો હતો, જેમાં તેણે આ ફિલ્મ વિશે વાત કરી. આમિરે કહ્યું, "સિતારે જમીન પર લગભગ તૈયાર છે. થીમના હિસાબે આ 'તારે જમીન પર'થી

દસ પગલાં આગળ છે. તે એવા લોકો વિશે છે, જે અલગ-અલગ રીતે દિવ્યાંગ છે. ફિલ્મ પ્રેમ, મિત્રતા અને જીવન વિશે છે. 'તારે જમીન પર' ફિલ્મે તમને રડાવ્યા પણ આ ફિલ્મ તમને હસાવશે. આ એક કોમેડી છે પણ થીમ એક જ છે." ગુલશનનું પાત્ર તોછડું અને અસભ્ય છે આમિરે પોતાના પાત્ર વિશે પણ

મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા. અભિનેતાએ કહ્યું," 'તારે જમીન પર' માં મેં નિકુંભનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ ગુલશન છે, પણ તેનું વ્યક્તિત્વ નિકુંભથી બિલકુલ વિપરીત છે. તે બિલકુલ સંવેદનશીલ નથી. તે તોછડો, રાજકીય રીતે ખોટો અને બધાનું અપમાન કરે છે." "તે તેની માતા અને

પત્ની સાથે ઝઘડે છે. તે બાસ્કેટબોલ કોચ છે અને તેના સિનિયર કોચને મારે છે. ગુલશન એક એવો વ્યક્તિ છે, જેને ઘણી સમસ્યાઓ છે અને ફિલ્મ આગળ વધે, તેમ તેનામાં થતાં ફેરફારો વાર્તામાં બતાવવામાં આવ્યા છે." 'સિતારે જમીન પર' સ્પેનિશ વાર્તાની હિન્દી રિમેક છે ફિલ્મ અંગે એક્ટરે જણાવ્યું કે, તેમની નવી ફિલ્મ સ્પેનિશ

ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની હિન્દી રિમેક છે. 2018માં રિલીઝ થયેલી 'ચેમ્પિયન્સ' સ્પેનની એડરેસ બાસ્કેટબોલ ટીમના વાસ્તવિક જીવન પર આધારિત વાર્તા હતી. આ ફિલ્મ અગાઉ હોલીવુડમાં રિમેક કરવામાં આવી હતી, જેમાં વુડી હેરેલસને કમ્યૂનિટી સર્વિસ કરતા ગુસ્સે ભરાયેલા કોચની મુખ્ય ભૂમિકા ભજવી હતી. 'સિતારે જમીન પર'નું નિર્દેશન આરએસ પ્રસન્ના કરી રહ્યા છે. આ ફિલ્મમાં દર્શિલ

સફારી અને જેનેલિયા દેશમુખ જોવા મળશે. 'તારે જમીન પર'માં દર્શીલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે, 'તારે જમીન પર' વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. તેની વાર્તા ડિસ્લેક્સિક બાળક અને તેના આર્ટ ટીચર વચ્ચેના સંબંધ પર આધારિત હતી. 'સિતારે જમીન પર' તેની સિક્વલ છે, જેની જાહેરાત વર્ષ 2023 માં કરવામાં આવી હતી.

Leave a Reply

Related Post