DJ બની અભય દેઓલે ક્લબમાં માહોલ જમાવ્યો: ફેન્સે કહ્યું, 'લોર્ડ ડીજે બોબીનો શિષ્ય'; 10 વર્ષ જૂની યાદ તાજી થઈ ગઈ

DJ બની અભય દેઓલે ક્લબમાં માહોલ જમાવ્યો:ફેન્સે કહ્યું, 'લોર્ડ ડીજે બોબીનો શિષ્ય'; 10 વર્ષ જૂની યાદ તાજી થઈ ગઈ
Email :

એક્ટર અભય દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ક્લબમાં ડીજે (ડિસ્ક જોકી એટલે ક્લબમાં મ્યૂઝિકના રેકર્ડ્સ વગાડનાર વ્યક્તિ)ની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન તે ધૂમ્રપાન કરતો પણ જોવા મળે છે. ડીજે તરીકે અભયની આ શૈલી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેઓ આ વીડિયો પર મોટા પ્રમાણમાં કમેન્ટ્સ કરી રહ્યા છે. 16 મેને શુક્રવારની રાત્રે ગુરુગ્રામના અવતાર નાઇટ ક્લબમાં એક ખૂબ

જ અલગ દૃશ્ય જોવા મળ્યું. એક્ટર અભય દેઓલે ત્યાં ડીજે તરીકે ન માત્ર ગીતના બીટ્સથી શાનદાર વાતાવરણ બનાવ્યું પરંતુ પોતાની શૈલીથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અભય ડીજે કન્સોલ પર બીટ્સ મિક્સ કરતો અને વચ્ચે વચ્ચે સિગારેટ પીતો જોઈ શકાય છે. ચાહકો તેની શાનદાર શૈલીના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા તો થઈ રહી છે જ, પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેના ભાઈ બોબી દેઓલ સાથે પણ કરી રહ્યા

છે. લોકો કહે છે કે, 'દેઓલમાં 'ડી' નો અર્થ હવે 'ડીજે' થઈ ગયો છે.', એક યૂઝરે લખ્યું, 'તે લૉર્ડ DJ બોબીનો શિષ્ય છે, તેણે શ્રેષ્ઠ પાસેથી તાલીમ લીધી છે.', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'ભાઈ બોબીના પગલે ચાલી રહ્યો છે.' બોબી દેઓલ દિલ્હીના એક નાઈટ ક્લબમાં ડીજે હતો નોંધનીય છે કે, વર્ષ 2016માં બોબી દેઓલ દિલ્હીની એક નાઈટ ક્લબમાં ડીજે બન્યો હતો. આ દરમિયાન તેણે પોતાની 1997ની ફિલ્મ 'ગુપ્ત'ના ગીતો વગાડ્યા, જેનાથી ત્યાં હાજર લોકો નાખુશ થઈ ગયા હતા.

Leave a Reply

Related Post