'તમે ભારતીયો ભેદભાવને જ લાયક છો': પાકિસ્તાની યુઝરની ગાડીએ ચડવું કોમેડિયન અભિષેક ઉપમન્યુને ભારે પડ્યું, વિવાદ બાદ ટ્વિટર ડિએક્ટિવેટ કર્યું

'તમે ભારતીયો ભેદભાવને જ લાયક છો':પાકિસ્તાની યુઝરની ગાડીએ ચડવું કોમેડિયન અભિષેક ઉપમન્યુને ભારે પડ્યું, વિવાદ બાદ ટ્વિટર ડિએક્ટિવેટ કર્યું
Email :

આજકાલ એક બાદ એક કોમેડિયન વિવાદમાં ઘેરાય રહ્યાં છે. સમય રૈના, કુણાલ કામરા બાદ હવે ફેમસ કોમેડિયન અભિષેક ઉપમન્યુનો વારો પડી ગયો છે. સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ગર્લ યુઝરની વિવાદાસ્પદ ટિપ્પણીને સમર્થન આપ્યા બાદ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેણે પોતાનું X એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. 'તમે ભારતીયો ભેદભાવને જ લાયક છો' પહેલગામ આતંકી

હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સોશિયલ મીડિયા વોર ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટો કરી એકબીજા ટ્રોલ કરી રહ્યા છે. જેમાં એક પાકિસ્તાની યુઝરે ભારત અને ભારતીયો વિરુદ્ધ અપમાનજનક કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું કે- 'તમે ભારતીયો ભેદભાવને જ લાયક છો.' આ કોમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર માહોલ પહેલેથી જ ગરમા ચૂક્યો હતો, પરંતુ અભિષેક ઉપમન્યુએ ચાલતી ગાડીએ

ચડી "YUP" કોમેન્ટ કરી, આવું રિએક્શન આપી તેણે આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું. ભારતીય યુઝર્સ કોમેન્ટ વાંચી વધારે ગુસ્સે થયા અને કોમેડિયનની ક્લાસ લગાવી હતી. લોકોએ અભિષેકને ટ્રોલ કરવાનું અને તેની દેશભક્તિ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું. આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ આઘાતમાં

છે, જેમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આવા સમયે, એક પાડોશી દેશ તરફથી આવી કોમેન્ટ આવી અને એક ભારતીય સેલેબ્સનો તેને સપોર્ટ કરવો, જેનાથી લોકોની લાગણીઓને વધુ ઠેસ પહોંચી હતી. મામલો બીચકતાં, અભિષેકે કોઈ સ્પષ્ટતા ન આપી પણ ચૂપચાપ તેનું X એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું. અભિષેક ઉપમન્યુ પર લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિષેકના આ

વલણને અત્યંત બેજવાબદાર ગણાવી રહ્યા છે. ઘણા યુઝર્સ કહે છે કે- એક લોકપ્રિય ચહેરો હોવાને કારણે, તેમણે વિચારપૂર્વક નિવેદનો આપવા જોઈએ, ખાસ કરીને જ્યારે દેશના સન્માનની વાત આવે. હવે જોવાનું એ રહે છે કે અભિષેક ઉપમન્યુ આ મુદ્દે પોતાનું મૌન તોડે છે કે પછી આ વિવાદથી હંમેશા દૂર રહે છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે આ વિવાદથી તેની છબીને

ગંભીર નુકસાન કરી શકે છે. કોણ છે અભિષેક ઉપમન્યુ? કોમેડિયન અભિષેક ઉપમન્યુ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યૂબ પર 5 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેણે 'ઓન એર વિથ AIB'જેવા શોમાં પોતાના લેખન સાથે કોમેડીમાં પણ યોગદાન આપ્યું છે. તેનો કોમિક ટાઇમિંગ અને બોલવાની રીત યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

Leave a Reply

Related Post