અભિષેકના છગ્ગાથી કારનો કાચ તૂટ્યો: નો બોલ પર કેચ આઉટ થયો સોલ્ટ, IPL-2025માં 42મી વખત બન્યો 200+ સ્કોર; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

અભિષેકના છગ્ગાથી કારનો કાચ તૂટ્યો:નો બોલ પર કેચ આઉટ થયો સોલ્ટ, IPL-2025માં 42મી વખત બન્યો 200+ સ્કોર; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
Email :

IPL-18 ની 65મી મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 42 રને હરાવ્યું. લખનૌના એકાના સ્ટેડિયમમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 231 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૮૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શુક્રવારે રસપ્રદ ક્ષણો અને રેકોર્ડ જોવા મળ્યા. IPLની 18 સીઝનમાં, 2025 સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ 200+ સ્કોર બન્યા છે. અભિષેક શર્માના છક્કાથી કારનો કાચ તૂટી ગયો. હર્ષલ પટેલના નો બોલ પર ફિલ સોલ્ટ કેચ આઉટ થયો. વાંચો SRH vs RCB મેચની ટોપ મોમેન્ટ્સ અને રેકોર્ડ્સ... 1. અભિષેકની સિક્સર સ્ટેડિયમમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ

અભિષેક શર્માએ બીજી ઓવરમાં હૈદરાબાદની ઇનિંગની પહેલી સિક્સર ફટકારી. ભુવનેશ્વર કુમારની ઓવરના પાંચમા બોલ પર અભિષેકે પુલ શોટ રમ્યો. બોલ ડીપ મિડવિકેટ ઉપરથી ગયો અને મેદાન પર ઉભેલી કાર સાથે અથડાયો, જેનાથી કારનો કાચ તૂટી ગયો. અભિષેકનો આ છગ્ગો 72 મીટરનો હતો. 2. જીતેશ ઈશાન કિશનનો કેચ ચૂકી ગયો પાંચમી ઓવરના છેલ્લા બોલ પર ઇશાન કિશને જીવનદાન મળ્યું. ભુવનેશ્વર કુમાર લેગ સ્ટમ્પની બહાર વાઈડ બોલ ફેંકે છે. અહીં કિશન ફ્લિક શોટ રમવા ગયો. બોલ બેટની અંદરની ધારથી લાગીને વિકેટકીપર જીતેશ શર્મા પાસે ગયો. જીતેશે ડાઇવ મારી પણ બોલ તેના ગ્લોવ્ઝ પર વાગ્યો અને ફોર ગઈ. આ સમયે કિશન

2 રન પર બેટિંગ કરી રહ્યો હતો. 3. ઇશાન કિશનનો એક હાથે છગ્ગો 18મી ઓવરના પાંચમા બોલ પર ઈશાન કિશને એક હાથે છગ્ગો ફટકાર્યો. ભુવનેશ્વરે મિડલ સ્ટમ્પ તરફ આવતો એક લો ફુલટોસ બોલ ફેંક્યો. ઈશાન કિશન ઘૂંટણિયે પડીને રમ્યો અને તેનો હાથ પણ બેટ ચૂકી ગયો, છતાં બોલ લોંગ-ઓન પર હવામાં ગયો અને 6 રન માટે બાઉન્ડ્રી પાર કરી ગયો. 4. લુંગી એન્ગિડી​​​​​​​ પેટ કમિન્સનો કેચ ચૂકી ગયો 19મી ઓવરના છેલ્લા બોલ પર લુંગી એન્ગિડી પેટ કમિન્સનો કેચ ચૂકી ગયો. એન્ગિડીએ સ્લોઅર બોલ ફેંક્યો. કમિન્સે મેદાનની વચ્ચે સીધો હવામાં ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખોટા ટાઈમિંગના કારણે બોલ બેટના મધ્ય

ભાગમાં ન વાગ્યો, અને હવામાં ગયો. લુંગી એન્ગિડી પોતે પાછળ દોડ્યો અને પછી કેચ પકડવા માટે આગળ કૂદી પડ્યો. પણ કેચ પકડી શક્યો નહીં. 5. કમિન્સનો બાઉન્સર સોલ્ટના હેલ્મેટને વાગ્યો કેપ્ટન પેટ કમિન્સે ઇનિંગની પહેલી ઓવર ફેંકી. તેના પહેલા બોલ પર લેગ બાયનો​ સિંગલ મળ્યો. ત્યાર બાદ વિરાટ કોહલીએ ચોગ્ગો મારીને પોતાનું ખાતું ખોલાવ્યું. ઓવરનો પાંચમો બોલ ફિલ સોલ્ટના હેલ્મેટને વાગ્યો. 5. નો બોલ પર કેચ થયો ફિલ સોલ્ટ ફિલ સોલ્ટ ચોથી ઓવરના પહેલા બોલ પર આઉટ થવાથી બચી ગયો. હર્ષલે પહેલા તેને ડીપ મિડવિકેટ પર અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો, પરંતુ બોલ કમરથી ઉપર હોવાથી, ફિલ્ડ અમ્પાયરે તેને

નો-બોલ જાહેર કર્યો અને ફ્રી-હિટ આપી. આજ ઓરમાં વિરાટ કોહલીએ સતત બે ચોગ્ગા ફટકાર્યા. 7. મલિંગાના ડાયરેક્ટ થ્રોથી પાટીદાર રન આઉટ 16મી ઓવરના ચોથા બોલ પર, રજત પાટીદાર ઇશાન મલિંગાના સીધા થ્રોથી રન આઉટ થયો. મલિંગાએ યોર્કર ફેંક્યો. પાટીદારે પોતાનું બેટ ફેરવ્યું અને બોલને ઓફ સાઈડ તરફ હળવેથી રમ્યો. રજત અને જીતેશ રન લેતી વખતે અથડાયા અને મલિંગાએ ઝડપથી બોલ પકડીને તરત જ બોલર એન્ડ તરફ સટીક થ્રો ફેંક્યો. અહીં પાટીદાર ક્રીઝથી ઘણો દૂર હતો. તે 18 રન બનાવીને આઉટ થયો હતો. એ જ ઓવરના છેલ્લા બોલ પર, ઇશાન મલિંગાએ શૂન્ય સ્કોર પર રોમારિયો શેફર્ડને પોતાની જ બોલિંગમાં કેચ

કરીને પેવેલિયન મોકલ્યો. 8. કૃણાલ પંડ્યા હિટ વિકેટ આઉટ થયો પેટ કમિન્સે 19મી ઓવરમાં બે વિકેટ લીધી. તેણે પહેલા બોલ પર ભુવનેશ્વર કુમારને બોલ્ડ આઉટ કર્યો. ભુવીએ 3 રન બનાવ્યા. આ પછી, કમિન્સની આઉટસાઇડ ડિલિવરીના ચોથા બોલ પર, કૃણાલ પંડ્યા હિટ વિકેટ આઉટ થયો. તેણે પોતે જ પોતાનું બેટ વિકેટ પર માર્યું. તે ફક્ત 8 રન જ બનાવી શક્યો. હવે રેકોર્ડ... IPL-2025માં બનાવેલા સૌથી વધુ 200+ ટીમના સ્કોર IPLની 18મી સીઝનમાં, ટીમોએ સૌથી વધુ વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા. આ વર્ષે તે 42મી વખત કરવામાં આવ્યું. જ્યારે 2024માં 10 IPL ટીમોએ 41 વખત 200+ સ્કોર કર્યો હતો.

Leave a Reply

Related Post