23 વર્ષીય અપરણિત ગર્ભવતી શિક્ષિકાનું એબોર્શન કરાયું: સુરતથી 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ઝડપાતા પ્રેગનન્ટ હોવાનું માલૂમ પડ્યું હતું, DNA માટે ભ્રુણને સાચવી રખાશે

23 વર્ષીય અપરણિત ગર્ભવતી શિક્ષિકાનું એબોર્શન કરાયું:સુરતથી 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગયા બાદ ઝડપાતા પ્રેગનન્ટ હોવાનું માલૂમ પડ્યું હતું, DNA માટે ભ્રુણને સાચવી રખાશે
Email :

સુરતની 23 વર્ષીય અપરણિત શિક્ષિકા વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું. જેલમાં બંધ શિક્ષિકાના વકીલ દ્વારા ગર્ભપાત માટે મંજૂરી માગવામાં આવતા કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે મંજૂરી આપતા સ્મીમેર હોસ્પિટલમાં એબોર્શન કરાયું હતું. સગીરાના પેટમાં રહેલો ગર્ભ 13 વર્ષીય વિદ્યાર્થી સાથેના શારીરિક સંબંધના કારણે રહ્યો હતો કે નહીં તેની તપાસ માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ બે મહિના બાદ આવે તેવી શક્યતા છે. કોર્ટની મંજૂરી બાદ

સ્મીમેર હોસ્પિટલમાં એબોર્શન કરાયું સુરતના પુણામાં ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી અરજીને કોર્ટે મંજૂર કરી હતી. ડોક્ટરના અભિપ્રાય બાદ માતા અને બાળકની તબિયતને ધ્યાને રાખીને એક અઠવાડિયામાં જ ગર્ભપાત માટે કોર્ટે પરવાનગી આપી હતી. આ ઉપરાંત કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને હુકમ કર્યો હતો. જેથી લાજપોર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે

ફિટ જણાતા આજે(15 મે)એ એબોર્શન કરવામાં આવ્યું હતું. સેમ્પલ સાથે તે વર્ષના બાળકના ડીએનએનો રિપોર્ટ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ બે મહિને આવે તેવી શક્યતા છે. એબોર્શનની પ્રક્રિયા એ પ્રકારની હતી કે, 20 થી 22 મહિનાનો ગર્ભ હોવાથી દુખાવાની દવા દ્વારા શિક્ષિકાને દુખાવો ઉપાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની 15 થી 20 મિનિટમાં નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હાલ શિક્ષિકા ની હાલત સામાન્ય હોવાથી અંદાજે બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં

આવે તેવી શક્યતા છે. આ સાથે જ ગર્ભપાત બાદ ભ્રૂણને સાચવવા માટે કેમિકલમાં રાખવામાં આવ્યું છે. આ સાથે જ તેના ડીએનએના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જેના 13 વર્ષના વિદ્યાર્થીના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવશે. આ ડીએનએનો રિપોર્ટ બે મહિનામાં આવે તેવી શક્યતા છે. સગીરા વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પુણા વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યૂશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાડી ગયાની

ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને 20 અઠવાડિયાંનો, એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. શિક્ષિકાએ વકીલ મારફત ગર્ભપાત માટે અરજી કરી હતી ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફત 20 અઠવાડિયાંના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય

પણ મગાવવામાં આવ્યો હતો, જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતાં આ કેસમાં પોલીસે મુદત માગી હતી. પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો હતો. ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી ગઈ હતી સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની હતી. સાડાચાર દિવસના

સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મી એપ્રિલે વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો

ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણની કલમનો પણ ઉમેરો સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકાએ ક્હ્યું

હતું પોલીસ એ ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકાએ કહ્યું હતું. જોકે પોલીસે ગર્ભમાં ઊછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના DNA માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

Leave a Reply

Related Post