NDPS કેસમાં ફરાર આરોપીની ધરપકડ: વડોદરાના કલ્યાણનગરથી ગોધરા પોલીસે આરોપી સમીર દેડકીને ઝડપ્યો

NDPS કેસમાં ફરાર આરોપીની ધરપકડ:વડોદરાના કલ્યાણનગરથી ગોધરા પોલીસે આરોપી સમીર દેડકીને ઝડપ્યો
Email :

પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ આરોપી સમીર મહેબુબ દેડકીને વડોદરાના કલ્યાણનગર, ફતેહગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના

IGP આર.વી. અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ.ઓ.જી.ના PI આર.એ. પટેલે PSI ડી.જી. વહોનીયા અને સ્ટાફને ફરાર આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. આરોપી સામે ગોધરા ટાઉન બી ડિવિઝન

પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 21(સી), 25 અને 29 હેઠળ ગુનો નોંધાયેલો હતો. સલામત સોસાયટી, લિલેશરા રોડ, ગોધરાના રહેવાસી આરોપીને પકડીને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Related Post