AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો: પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને 65,000ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા

AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો:પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને 65,000ની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા
Email :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયરની કામગીરી માટે રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેના આધારે

છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યા છે. ACB દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ ફાયર ઓફિસર મનિષ મોડ લાંચ લેતા ઝડપાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2022માં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મનિષ મોડ દ્વારા ફાયર NOC આપવા મામલે લાંચ માગવામાં આવી

હોવાના પુરાવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન્ટીકરપ્શન બ્યુરો (ACB)માં આપવામાં આવ્યા હતા. એન્ટીકરપ્શન બ્યુરોએ બે વર્ષ બાદ સપ્ટેમ્બર 2024માં ઓડિયો વીડિયો રેકોર્ડિંગના પુરાવાના આધારે પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનિષ મોડ અને પૂર્વ ફાયર જમાદાર એરિક રિબેલો વિરૂદ્ધ અમદાવાદ ACBમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ...

Related Post