ગોધરા-વડોદરા હાઇવે પર અકસ્માત: ટ્રક અડફેટે એક જ પરિવારના ચાર લોકોના મોત, ટ્રક ચાલક ફરાર

ગોધરા-વડોદરા હાઇવે પર અકસ્માત:ટ્રક અડફેટે એક જ પરિવારના ચાર લોકોના મોત, ટ્રક ચાલક ફરાર
Email :

રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. ગોધરા-વડોદરા હાઈવે પર ટ્રક હડફેટે એકે જ પરિવારના ચાર લોકોના મોત થયા છે, જેમાં પિતા અને ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે. ત્રણ દીકરીઓ અને પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પરિવારની એક દીકરીનો બચાવ થયો છે. મૃતકોની વિગત અકસ્માતમાં બચી ગયેલી બાળકી તૃપ્તિ હોટલ પાસે બન્યો બનાવ,

પરિવાર ઘોઘંબા તાલુકાના બોર ગામનો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામનો એક પરિવાર ગોધરાના સારંગપુર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ બાદ પરિવાર બાઇક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે ગોધરા-વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક એક ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર પિતા અને ત્રણ દીકરીઓના ઘટના સ્થળે જ

કમકમાટીભર્યા મોત થયા હતા, જયારે એક દીકરીનો બચાવ થયો છે. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર આ ઘટનામાં અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે તેમજ ટ્રક ચાલકને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Related Post