પાલેજના દારૂના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો: SOG પોલીસે સુરતના કામરેજથી આરોપી બબલુ બિંદને દબોચ્યો, ત્રણ ગુનામાં હતો વોન્ટેડ

પાલેજના દારૂના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:SOG પોલીસે સુરતના કામરેજથી આરોપી બબલુ બિંદને દબોચ્યો, ત્રણ ગુનામાં હતો વોન્ટેડ
Email :

ભરૂચ એસઓજી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે પાલેજમાં નોંધાયેલા દારૂના ત્રણ કેસમાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. એટીએસ ચાર્ટર મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની કામગીરી દરમિયાન એસઓજી ટીમને

બાતમી મળી હતી કે આરોપી બબલુ પ્રતાપ બિંદ સુરતના કામરેજ વિસ્તારમાં બસેરા સોસાયટી ખાતે રહે છે. બાતમીના આધારે એસઓજી ટીમે સુરત જઈને તપાસ કરી અને આરોપીની ઓળખની ખાત્રી કર્યા બાદ તેની ધરપકડ

કરી હતી. આરોપીને ભરૂચ લાવીને બીએનએસએસ કલમ-35(1)(જે) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આરોપીને પાલેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે.

Related Post