ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતાં ભૂગર્ભમાં ઉતર્યા: ખોટા જાતિના પ્રમાણ પત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા હતા; છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી તપાસ

ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થતાં ભૂગર્ભમાં ઉતર્યા:ખોટા જાતિના પ્રમાણ પત્ર રજૂ કરી સરકારી લાભો મેળવ્યા હતા; છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી તપાસ
Email :

સુરતમાં કે ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા બી.એમ.ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાયો છે. તેમણે 1993માં પીએસઆઇ પોસ્ટીંગ મેળવવા સમયે OBC હોવા છતાં STનું જાતીય પ્રમાણ પત્ર મૂક્યું હતું. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાંની સાથે જ ACP ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા DGPએ ડિસમિસ કરવાનો હુકમ કર્યો

હતો ACP બી.એમ.ચૌધરીને રાજ્ય પોલીસ વડાએ 21 મે, બુધવારે ડિસમિસ ર્કરવાનો હુકમ કર્યો હતો. ACP બી.એમ. ચૌધરી વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી અને બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી છે. આ સમગ્ર કેસમાં સરકારના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધીની કાર્યવાહી બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશામાં વધી રહ્યો છે. ગુજરાત

તકેદારી આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ હતી આ સમગ્ર મામલો 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરીને અને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિ પ્રમાણપત્ર મેળવ્યું છે. ફરિયાદને પગલે ગુજરાત તકેદારી આયોગના પત્ર અનુસાર આ મામલો

તા. 23/03/2021ના રોજ નાયબ પોલીસ અધિક્ષક, વિજિલન્સ સેલ, ગાંધીનગરને તપાસ અર્થે સોંપાયો હતો. બાદમાં વિજિલન્સ સેલ, ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. વિજીલન્સ વિભાગે પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો આ ફરિયાદના પગલે રાજ્ય સરકારે સુરત વિજીલન્સ સેલને તપાસ સોંપી હતી. વિજીલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. બાદમાં આ મામલો 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ

કલ્યાણ વિભાગ સુધી પહોંચ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા તથા હાલ પીપલોદ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નરોત્તમ ગામિત (ઉ.વ. 40)ને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી. વધુ તકો છતાં પણ અસહકાર વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત અને વિજિલન્સ સેલ, સુરત દ્વારા ફરીથી તપાસ હાથ ધરી અને અનેક વખત કુલ 15 વખત ચૌધરીને લેખિતમાં આર.પી.એ.ડી. પત્રો મોકલવામાં

આવ્યા હતા. તેઓને શાળા છોડ્યાના પ્રમાણપત્ર, વયપત્રક, પિતાનું અને ભાઈ-બહેનનું એલ.સી., જમીનના દસ્તાવેજો, પેઢીનામું વગેરે તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા લખાયું હતું. છતાં, તા.25/10/2021, તા.12/11/2021, તા.06/05/2022, તા.04/07/2022, તથા તા.26/07/2022ના પત્રો પછી પણ તેઓએ કોઇ પુરાવા રજૂ કર્યા નહોતા. એમને વધુ મુદત આપવા છતાં કોઇ સહયોગ મળ્યો ન હતો. 1990ના ઇસ્યુ થયેલું જાતિનું પ્રમાણ પત્ર રદ કરવું જોઈએ વિજિલન્સ સેલ, સુરત દ્વારા વિવિધ તબક્કે – તા. 15/07/2021થી 30/09/2024 સુધીની

અંદર કુલ 12 વખત તથા વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા 3 વખત એમ કુલ 15 વખત પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. છતાં પણ બાપુભાઈ ચૌધરી દ્વારા જરૂરી દસ્તાવેજો કે પુરાવા રજૂ કરવામાં ન આવ્યા. તેથી, વિજિલન્સ સેલે સ્પષ્ટ અભિપ્રાય જાહેર કર્યો છે કે, બાપુભાઈ મોતીભાઈ ચૌધરીનું જિલ્લા પંચાયત સુરત દ્વારા તા.26/07/1990ના રોજ ઇસ્યુ થયેલું જાતિ પ્રમાણપત્ર રદ કરવું જોઈએ. વિજિલન્સ સેલના તપાસના અહેવાલ આધારે પરિણામ પર પહોંચ્યા એસીપી

ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, વિભાગીય વિશ્લેષણ સમિતિ, સુરત દ્વારા તમામ દસ્તાવેજો, અરજદારના નિવેદનો તથા વિજિલન્સ સેલના તપાસ અહેવાલ આધારે પરિણામ પર પહોંચવામાં આવ્યું છે કે, બાપુભાઈ ચૌધરીએ ખોટું જાતિ પ્રમાણપત્ર મેળવી રાજ્યના પોલીસ વિભાગમાં બોગસ રીતે બઢતી મેળવી છે, આ રિપોર્ટના આધારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. આધારભૂત દસ્તાવેજો 10 દિવસમાં રજૂ કરવા સૂચના આપી હતી સુરતના સંયુક્ત કમિશનરે વિભાગીય વિશ્લેષણ સમિતિના હુકમના આધારે આ મામલે

વધુ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટના પ્રમુખે ફરીથી આરોપ લગાવ્યો કે, ACP ચૌધરીએ ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને નિમણૂક અને બઢતી મેળવી છે. આ કેસની તપાસ ગાંધીનગર વિજીલન્સ સેલને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારી ચૌધરીને જાતિ પ્રમાણપત્ર, એલ.સી., અને અન્ય આધારભૂત દસ્તાવેજો 10 દિવસની અંદર રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. જે યોગ્ય સમય મર્યાદામાં રજૂ ન કરતા આખરે ગુનો દા

Leave a Reply

Related Post