ખબરદાર જમાદાર: ACPને ગુસ્સો આવતા તેમણે ફોનમાં PI ગાળો ભાંડી, ગેરકાયદેસર હથિયારોના ગુનાના આરોપીનો અમદાવાદના ઘણા અધિકારીઓ આર્થિક લાભ લીધો

ખબરદાર જમાદાર:ACPને ગુસ્સો આવતા તેમણે ફોનમાં PI ગાળો ભાંડી, ગેરકાયદેસર હથિયારોના ગુનાના આરોપીનો અમદાવાદના ઘણા અધિકારીઓ આર્થિક લાભ લીધો
Email :

ન્યુ ગુજરાત તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ACPને ગુસ્સો આવતા તેમણે ફોનમાં PI ગાળો ભાંડી એક એસીપીએ ફોન પર પીઆઇને ગાળો આપી હતી. એસીપીને રજા પર જવાનું હોવાથી તેમને કામ માટે ઉચ્ચ અધિકારીઓના આદેશથી

આવું પડ્યું હતું. ત્યાર બાદ પીઆઇ દ્વારા એસીપીને એક વિષયની પૂર્તિ માહિતી આપવામાં આવી ન હતી. બીજી તરફથી એસીપી ઉપર કામનું દબાણ હોવાથી તેમણે પીઆઇને ફોન કર્યો હતો. ફોન કર્યો છતાં પીઆઇએ માહિતી ના આપતા એસીપી ગુસ્સે થયા હતા અને ફોનમાં પીઆઇને ગાળો આપી હતી. ગેરકાયદેસર હથિયારોના ગુનાના આરોપીનો અમદાવાદના ઘણા અધિકારીઓ આર્થિક લાભ લીધો અમદાવાદમાં તાજેતરમાં એક એજન્સીએ ગેરકાયદેસર હથિયારોમાં કોલ સેન્ટરના મોટા પ્લેયરોની ધરપકડ કરી છે જે કેટલાક સંગઠન સાથે જોડાયેલો હતો. એટલું જ નહીં પોતાના રૂપિયાના જોરે તેણે અમદાવાદના અનેક અધિકારીની

આગતા સ્વાગતતા કરી છે અને તેનું ઋણ ન ચૂકાય તે માટે તેઓ આ ટપોરીને બચાવવા માટે પણ સક્રિય થયા છે. એટલું જ નહીં એક અધિકારી તો ગાવાના એટલા બધા શોખીન છે કે જેમણે આ ટપોરીની મદદથી અનેક આર્થિક મદદ પણ લીધી હવાની ચર્ચા છે. બીજી તરફ એક અધિકારી પણ એવું કહે છે કે આ ટપોરી એ જ મને કપડાં પહેરતા શીખવાડ્યા છે આ પણ તેનું ઋણ છે. એટલે કે મોંઘા કપડાની ગિફ્ટ પણ કદાચ આ ટપોરી આપતો હોવાની હાલ તો ખૂબ

મોટી ચર્ચા છે. એજન્સીના વોટ્સએપ ગ્રુપમાંથી CCTV લીક કરાવાય છે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ ઘટના બને તેના સીસીટીવી એજન્સીના વોટ્સએપ ગ્રુપમાંથી લીક થયા હોવાની ફરિયાદ થઈ રહી છે. કોઈપણ પોલીસ સ્ટેશનમાં ઘટના બને પછી એકથી બે દિવસ તપાસ કર્યા પછી સ્થાનિક પોલીસ ગુનો ઉકેલવા એજન્સીની મદદ મળી રહે તે હેતુથી જે તે સીસીટીવી એજન્સીને આપે છે. આ ફૂટેજ સ્થાનિક પોલીસ સ્ટેશનના તપાસનો મુખ્ય ભાગ હોય છે તે અચાનક જ એજન્સીના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા બાદ લીક થઈ જાય છે તેની ફરિયાદ સ્થાનિક પોલીસ

સ્ટેશન દ્વારા એજન્સીના અધિકારીઓને કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા એજન્સીના અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે, તેમના વોટ્સએપ ગ્રુપમાંથી કોઈ કર્મચારી છેલ્લા ઘણા સમયથી અત્યંત સંવેદનશીલ કહી શકાય તેવા વીડિયો લીક કરી રહ્યો છે. જેના કારણે તપાસમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. આ જાણકારી મળતા જ એજન્સીના અધિકારીઓ પણ સતર્ક થયા છે અને આ કર્મચારી કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશનમાં નવા PI આવ્યા અને જૂના માણસો સક્રિય થયા અમદાવાદના એક વિસ્તરમા પીઆઇ વગરનું પોલીસ સ્ટેશન ચાલતું હતું,

ત્યારે કેટલાક લોકો ગોઠવાયા અને ઘણા મોટા હિસાબ કિતાબ કર્યા. પરંતુ બન્યું એવું કે ત્યાં એક નવા સાહેબ બિરાજમાન થયા અને તેમને પણ રીઝવવા બે લોકો આવી ગયા છે. જેમાં એક તો જૂનો ખેલાડી જ હોવાનું ચર્ચામાં છે. પરંતુ જૂનામાં જે પ્રોફિટ બુક થયો તે હવે ભાગ પડશે એટલે નવાના નામ ફરતું કરી દીધું છે. એટલું જ નહીં નવા સાહેબ પણ દહીં દૂધ બન્નેમાં રહે તો મજા આવે તેમ મૌન સેવી દીધું છે. હથિયાર કૌભાંડનો એક આરોપી અગાઉ અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા

PIનો પરમ મિત્ર ગુજરાતી એટીએસએ પકડેલા હથિયાર કૌભાંડનો એક આરોપી અમદાવાદમાં અગાઉ ફરજ બજાવતા પીઆઈનો અંગત મિત્ર હતો. આરોપી અગાઉ પણ જ્યારે ગેરકાયદેસર કોલ સેન્ટર અને અન્ય પ્રવૃત્તિ કરતો હતો, ત્યારે પીઆઇ તેને છાવરતા હતા. પીઆઈ તેમના પરિવાર સાથે આરોપીના ખર્ચે ગોવા પણ ફરવા જતા હતા. એટલું જ નહીં દીકરાની સ્કૂલની ફી પણ આરોપી ભરતો હતો. પીઆઈના તમામ ખર્ચ આરોપી ઉપાડતો હતો. આરોપી અને પીઆઇ વચ્ચે મિત્રતા જ નહીં પરંતુ પારિવારિક સંબંધ પણ હતા. લૂંટ, અપહરણના આરોપીના ભાઈને ગિફ્ટ સાથે પોલીસના ઉચ્ચ અધિકારી મળવા

પહોંચ્યા સુરત શહેરમાં ફરજ બજાવી ચૂકેલા પોલીસના ઉચ્ચ અધિકારીને મકોકા, લૂંટ અને અપહરણ જેવા ગંભીર ગુનાના આરોપીના ભાઈ ગિફ્ટ લઈ મળવા આવતા હાલ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હાલ આ પોલીસના ઉચ્ચ અધિકારી સુરતમાં ફરજ બજાવતા નથી, પરંતુ અગાઉ સુરતમાં તમામ આરોપીઓની લાજ સચવાય તેવા મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે. તેમની ફરજ દરમિયાન આ આરોપી તેમના સંપર્કમાં પણ આવી ચૂક્યા છે, ત્યારે હાલ આવા ગંભીર ગુનાઓના આરોપીનો ભાઈ જ્યારે ખાસ ભેટ સોગાદો લઈ તેમને મળવા આવે છે ત્યારે શહેર પોલીસમાં ચર્ચાએ

વેગ પકડ્યો છે. એક IPS અધિકારી પોતાના બાળકનું ડમી એડમિશન લેવા પહોંત્યા તો સ્કૂલે ના પાડી દીધી એક આઇપીએસ અધિકારી પોતાના બાળકનું ડમી એડમિશન લેવા માટે સ્કૂલમાં પહોંચ્યા ત્યારે સ્કૂલે એડમિશન માટે ના પાડી દીધી હતી. આઇપીએસ અધિકારી તેમની વગનો ઉપયોગ કરીને અમદાવાદની એક સ્કૂલમાં એડમિશન લેવા પહોંચ્યા હતા. આઇપીએસ અધિકારીની વગથી તેમને એડમિશન મળી શકતું હતું, પરંતુ આઇપીએસ અધિકારીને તેમના સંતાન સ્કૂલે ના જાય અને સ્કૂલમાં હાજરી પુરાય તે પ્રમાણેનું ડમી એડમિશન લેવું હતું. જેના કારણે સ્કૂલે સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.

Leave a Reply

Related Post