બાઈક પર આવેલા શખસોએ છ મિત્રને ફટકાર્યા: ભેસ્તાનમાં ધુળેટીના દિવસે ચાની દુકાને બેસેલા યુવકો પર ચાર શખસે લાકડાના દંડાથી હુમલો કર્યો

બાઈક પર આવેલા શખસોએ છ મિત્રને ફટકાર્યા:ભેસ્તાનમાં ધુળેટીના દિવસે ચાની દુકાને બેસેલા યુવકો પર ચાર શખસે લાકડાના દંડાથી હુમલો કર્યો
Email :

સુરતમાં એક તરફ જ્યાં પોલીસ સામાજિક તત્ત્વોની યાદી બનાવી રહી છે અને કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી બાજુ ફરી એક વખત સામાજિક તત્વોના આતંકનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આ વખતે આ સીસીટીવી ફૂટેજ ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં કેટલાક અસામાજિક તત્વો છ મિત્રને લાકડાના ફટકા વડે મારી રહ્યા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા ભેસ્તાન પોલીસે આરોપીઓ વિરુદ્ધ

ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયો ધૂળેટીના દિવસનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. લાકડાના ફટકાથી મારપીટ, ત્રણ ઘાયલ ધુળેટીના રંગ-ઉત્સવની મોજમસ્તી વચ્ચે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગંભીર ઘટનાનો બનાવ સામે આવ્યો છે. ત્રિમૂર્તી ચાર રસ્તા પાસે છ મિત્ર ચાની દુકાન બહાર બેસી વાતચીત કરી રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ પર આવેલા ચાર શખ્સે તેમની પર લાકડાના ફટકાઓથી હુમલો

કર્યો હતો. આ હુમલામાં વિકાસ ચૌધરી, મનીષ ગુર્જર અને સાગર નામના ત્રણ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી કરી છે. શખ્સો ગાળો આપતા ઝઘડો થયો ફરિયાદ મુજબ, 14મી માર્ચ, 2025ના રોજ બપોરના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં વિકાસ ચૌધરી અને તેના અન્ય પાંચ મિત્રો ત્રિમૂર્તી ચાર રસ્તા પાસે ચાની દુકાન બહાર બેસી હતા. થોડીવારમાં

શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપીન નામના શખ્સો બાઇક પર આવ્યા હતા. તેઓ ગાળો આપવાની સાથે સાગર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. અન્ય શખસોને પણ લાકડાથી માર માર્યો થોડી ક્ષણોમાં જ વાત ઝઘડામાં ફેરવાઈ અને આ શખ્સોએ લાકડાના ફટકાઓ વડે સાગર પર તાબડતોબ હુમલો કર્યો હતો. સાગર મારમાંથી બચવા ભાગ્યો, પરંતુ હુમલાખોરોએ વિકાસ ચૌધરી અને મનીષ

ગુર્જરને પણ લાકડાના ફટકાથી ગમે તેમ મારવા શરૂ કર્યા હતા. લાકડાના ફટકાથી માથું ફૂટી ગયું આ હુમલામાં વિકાસ ચૌધરીને માથાના પાછળના ભાગે, જમણા હાથની બીજી આંગળી, જમણા પગની ટચલી આંગળી અને પગના પંજાને ગંભીર ઈજા થઈ. જ્યારે મનીષ ગુર્જરના માથામાં ગંભીર ઈજા થતા તેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ દરમિયાન સાગર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત સ્થિતિમાં તે

સેવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે વિકાસ ચૌધરીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હુમલાખોર શખ્સો સામે પોલીસ ફરિયાદ આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપીન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ બાદ જ ઝઘડા પાછળ કારણ શું છે તે અંગે જાણી શકાશે.

Leave a Reply

Related Post