હથિયારબંધી જાહેરનામાનું ઉલ્લંઘન: નવસારીમાં એક દિવસમાં 8 લોકો સામે કાર્યવાહી, જાહેરમાં હથિયાર લઈને ફરતા હતા

હથિયારબંધી જાહેરનામાનું ઉલ્લંઘન:નવસારીમાં એક દિવસમાં 8 લોકો સામે કાર્યવાહી, જાહેરમાં હથિયાર લઈને ફરતા હતા
Email :

નવસારી જિલ્લા પોલીસે હથિયારબંધી જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાં એક જ દિવસમાં આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યાં છે. નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પાંચ કેસ નોંધાયા છે. પ્રથમ કેસમાં બારડોલીથી જીઆઈડીસી જતા ચાર

રસ્તા પાસે કોમ્બિંગ દરમિયાન આરોપી અમરેલી આફતઅલી શેખની તપાસ કરવામાં આવી. તેની પાસેથી ત્રણ ફૂટ લાંબી વાંસની લાકડી મળી આવી હતી. મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન ત્રણ કેસ નોંધાયા છે. આ કાર્યવાહી ગુજરાત રાજ્યમાં સામાજિક તત્વોને નિયંત્રણમાં

રાખવા માટે ડીજીના પરિપત્રના આધારે કરવામાં આવી છે. જિલ્લા પોલીસે મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કડક અમલ કરવા માટે આ પગલાં લીધા છે. શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી રહી છે. જાહેરમાં હથિયાર લઈને ફરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

Leave a Reply

Related Post